કૃષ્ણને માખણ બહુજ ભાવતું હતું..પોતાના ઘરમાં તો ઠીક પણ આજુબાજુ પડોશમાં પણ ચોરી છુપીથી ઘરમાં દાખલ થઇને માખણ ખાઇ આવતો હતો..
ઘણા લોકો ગાયને રોટલી ખવડાવેછે..કહેવાય છે તમે ગાયને રોટલી આપો તો વૃન્દાવનમાં બેઠેલો કૃષ્ણ આ જોઇને ઘણો રાજી થાયછે..
ઘણા લોકો નિત્ય એક રોટલી ઘરે આવેલ ગાયને આપતા હોયછે..એકવાર ગાય તમારુ ઘર જોઇ જાય એટલે તે દરરોજ તમારા સમયે રોટલી ખાવા આવીને ઉભી રહેશે..પછી તેનો આવવાનો નિત્ય નિયમ થઇ જાયછે..
પણ મે ઘણી જગ્યાએ જોયું છે કે જયારે કોઇ ઘરે આવેલ ગાયને રોટલી નાખેછે ને જો તે સમયે કોઇ બીજુ પ્રાણી આવી જાય તો તે તેને પહેલા ભગાડી મુકેછે..
આવુ કદી ના કરવું જોઇએ..જેટલું મહત્વ આપણે ગાયનું સમજીએ છીએ તેટલુ જ મહત્વ બીજા પ્રાણીઓનું પણ સમજવું જોઈએ..જો ભેંસ હોય તો તે પણ એક જીવ છે ને કુતરું હોય તો તે પણ એક જીવ જ છે..દરેકને કુદરતે જ બનાવ્યા છે..એકને આપો ને બીજાને ના આપો ને મારીને કાઢી મુકો..તે બહું ખરાબ કહેવાય..
આમેય આપણે ગાયને વધું મહત્વ આપી રહ્યા છીએ..જયારે મા શબ્દ મોઢામાંથી નિકળે એટલે આપણે તરત ગાયમાતા સમજી લઇએ છીએ..
ગાયના દર્શન કરવા તેની પૂજા કરવી તેને ફુલોનો હાર પહેરાવવો ચાંલ્લો કરવો વગેરે...
ઘણા પશુઓ કયારેક ખોડખાંપણ વાળા પણ જન્મે છે જેમ માણસ પણ જન્મથી જ કયારેક ખોડખાંપણ સાથે જન્મે છે..
ઘણા બાવા લોકો આવી ખોડખાંપણ ગાયને લઇને ગામે ગામ ફરતા હોયછે..
જુઓ ભાઇઓ બહેનો આ ગાયને પાંચ પગ છે..જુઓ ભાઇઓ બહેનો આ ગાયને ત્રણ કાન છે..જુઓ આ ગાયને આમ છે ને તેમ છે..પણ તે કદી ત્રણ આંખ વાળી ગાય નહિ બતાવે કારણકે તેવી જન્મતી જ નથી..
બસ પૈસા ફેંકો તમાશા જુઓ..આમ આ લોકોને એક પ્રકારનો આવો ધંધો બની જાયછે..
એક બાવો એક મોટા ટેમ્પામાં આવી જ ખોડખાંપણ વાળી ગાયને લઇને ફરતો હતો..ગામે ગામ જાય ને બુમો પાડતો જાય..ને આપણે પણ આવા સમયે બહું ભોળા બની જઇએ છીએ પછી આવું બધુ જોઇને દશ વીસ રુપિયા દર્શન કરીને ગાયના પગ આગળ મુકેલ થાળીમાં નાખીએ છીએ..
જો કોઇ ગરીબ ભિખારી બે રુપિયા આપણી પાસે માંગે તો કહીએ છીએ કે કંઇક કામ ધંધો કરોને ભીખ શું લેવા માંગોછો..આમ બોલીને આપણે બહું સ્માર્ટ બની જતા હોઇએ છીએ..
એક દિવસ એક મંદિરમાં એક સાધુ પોતાની પાળેલી સફેદ ગાય લઇને આવેછે..
તેના ગળામાં ફુલો હાર..માથે કંકુનો મોટો ચાંલ્લો..શરીર ઉપર લાલ લીલી લાંબી ચાદર..રંગેલા લાલ લાલ શીંગડા..જાણે આસમાનથી કૃષ્ણ ભગવાને સૈને દર્શન કરવા મોકલી હોય..
મંદિરના ઢોલ નગારા ધમ ધમ વાગેછે..લોકો જોરથી બે હાથે તાડીઓ પાડેછે..લોકો એક પછી એક આ ગાયના દર્શન અને આર્શીવાદ લેવા માટે આગળ વધેછે..લાઇન ધીમે ધીમે મોટી થતી જાય છે..એક પછી એક ભક્તો પહેલા ગાયની સામે આવીને બે હાથ જોડીને દર્શન કરેછે..ત્યાર બાદ તે નીચે સુઇને ગાયનો પગ પોતાની પીઠ ઉપર મુકાવીને એક પ્રકારના આર્શીવાદ લેછે..
ગાય પણ વારાફરતી આવતા લોકોને પીઠ ઉપર વારંવાર પોતાનો પગ મુકીને આર્શીવાદ આપતી હોયછે...
પણ મારો એક પ્રશ્ર એ છે કે શું આ બધુ સાચું હોયછે..એક માણસ બીજા માણસને આર્શીવાદ આપી શકેછે..તે તો સમજયા પણ એક ગાય આવી રીતે લોકોની પીઠ ઉપર પગ મુકીને આર્શીવાદ આપી શકેછે! કે આમ કરવું તે અગાઉથી જ તેના માલીકે શીખવાડ્યું હશે! કદાચ તમે માનતા હો તો મને કોઇ વાંધો નથી..જેની જેવી શ્રધ્ધા તેવી તેની ભક્તિ હોય શકેછે.