આપણા ગુજરાત રાજયના અમદાવાદ શહેરમાં આવેલ નવરંગપુરા વિસ્તારમાં રહેતા એક દલપતકાકાને કુતરાંઓ ઉપર ખુબજ પ્રેમ હતો..
પોતાની પોળમાં તેમજ આજુબાજુ રહેતા લગભગ સાઇઠ જેટલાં કુતરાં તેમને ઓળખતા હતા..
રોજ વહેલા ઉઠે એટલે પહેલાં તેમને કુતરાંનો ખ્યાલ આવે..ધોળીયો કયાં હશે, કાળી કેમ દેખાતી નથી, લાલીયો અહિયા હતો તે પાછો કયાં ચાલ્યો ગયો..
બસ આમ આખો દિવસ તેમને કુતરાઓ ઉપર માયા વધુ રહેતી હતી..ને આમેય કુતરાં પણ તેમને અમુક સમય ના જુવે તો બુમાબુમ કરી મુકતાં...
ઘરમાં જે કંઇ બનાવ્યું હોય તેમાં કુતરાં માટે થોડુક વધું જ બનાવે ને બધા સાથે દેખાય ત્યારે જ તેમને એક સાથે ખાવાનું આપે..એક બે કંઇક આઘાપાછા હોય તો બીજાં પણ તેઓની રાહ જુઇને બેસી રહે..પણ ખાય તો બસ સાથે જ...
કુતરાં માણસનું વફાદાર પ્રાણી છે..એતો સૈ કોઇ જાણે છે..
માણસ કયારેક એકબીજાનો વિશ્વાસ ઘાત કરશે પણ આવા પ્રાણી કદી નહીં કરે..તે જેનું ખાશે તેનું કામ અવશ્ય કરશે..માલીક માટે પોતાનો જીવ પણ આપી દેશે..પણ માલીકની સામે કદી પોતાના દાંત નહી બતાવે..
માણસે પણ આ ટેવ શીખવા જેવી છે..કે જેનું અન્ન ખાતા હોય તેને જીવનમાં કદી દગો નહી કરવો જોઇએ..તેનો એક નાનો કોળીયો પણ આપણા માટે તેનું મોટું એહસાન હોયછે..
પણ આજે તો માણસ કોઇકનું ખાય તો તેના બે દિવસ સુધી સારા સારા ગુનગાણ ગાતો ફરે પણ પછી ત્રીજે દિવસે તો એ કોણ! હું નથી ઓળખતો!
આમ તેની સાથે વર્તન કરતો હોયછે...
હા, આ દલપતકાકા હમણાં થોડાક દિવસ ઉપર તેમની સિતેર વર્ષની મોટી ઉંમર હોવાને કારણે આ દુનીયા છોડીને પ્રભુના ધામમાં ચાલ્યા ગયા...
આથી એકલા પડેલાં બધા જ કુતરાંઓને પણ ઘણુ જ દુ:ખ થયું..કારણકે હવે તેમના દલપતકાકા તેમની વચ્ચે રહ્યા નથી..સદાય ને માટે તેમને છોડીને દુર દુર ચાલ્યા ગયા છે..
તેમનો ફોટો જોઇને તેઓ સહેલાઈથી સમજી કે વિચારી શકેછે..કે માણસ પણ કયારેક તેના સમયે પ્રભુના ધામમાં ચાલ્યો જાયછે..
જેમ માણસને કોઇની સાથે લાગણી, પ્રેમભાવ થાયછે તેમ આ ચારપગી પ્રાણીઓને પણ થતી હોયછે..પછી તે કોઇપણ નાનુ મોટું પ્રાણી હોય..
તેઓ પણ અમુક એવા પ્રસંગો જોઇને તેમની આંખોમાં પણ આંસુ આવી શકે છે...
જેમ ખેડૂત પોતાના બળદ ઉપર માર મારીને જયારે સખ્ત જુલ્મ કરેછે તો તેને પણ તે સમયે માર ખાતી વખતે તેની આંખોમાં આંસું આવતા હોયછે...પણ ખેડૂત તેનાં આંસુને જરાય સમજી શકતો નથી!
આને કહેવાય એકબીજા ઉપર થતી લાગણી...
મમતા...પ્રેમ.
જે દરેકના ર્હદયમાંથી આમ પ્રગટ થતી હોયછે.