#KAVYOTSAV
" જોઉં છું તારી વાટ "
"ઝળહળતી આંખો ના પલકારે"
ને જોઉં છું તારી વાટ,
"વિત્યા દિને દિને વર્ષ આ હૈયાં ના ધબકારે"
ને જોઉં છું તારી વાટ,
"ધબકે છે શામળીયા તારા નામે ધબકારા મારા"
ને જોઉં છું તારી વાટ,
"મન પણ મનાવું છું સાંજ ના શણગારે"
એ વ્હાલભર્યા મોજા ને દરીયા ને ઘાટ,
"હે શામળાં, ન મનાય તો માની લેજે"
ને ધ્રુસકે જોઉં છું તારી વાટ,
"તું મળે તો રાધા પણ બનું"
ને છોડું સંસાર ના બધાં ઠાઠ,
"જીવ થી તો રજ છું તારાં ચરણ નું શામળીયા "
તું ચાલે ને પથરાવું; સહું ધરતી તણાં ભાલા,
"કહી ને જાણ થાય તો થાય લાગણીએ ડાટ"
મારું મૌન બોલી ઉઠશે કે જોઉં છું તારી વાટ,