પગ ઢસડીને ના ચાલ.
ટેકો દીધા વગર બેસ.
અવાજ કર્યા વગર ચાવ.
આંખ આગળથી વાળ ખસેડ.
ટટ્ટાર ઉભી રહે.
અક્ષર સરખા કાઢ.
લીલા શાકભાજી ખા.
એક શ્વાસે પાણી ના પી.
મોઢું ખુલ્લું ના રાખ.
નખ કાપ.
ધીમે બોલ.
આવી non-stop advice આપનાર Momને...
અને એને મોઢું મચકોડીને follow કરનાર, આગળ જતાં પોતાનાં kidsને એ જ વારસામાં આપતી વખતે પોતાની MOMના આ advice-effortને હસીને appreciate કરનાર દરેક મમ્મીઓને...
Happy Mother's Day.