ધોરણ દશ ને બારની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે..
કોઇ હસે છે તો કોઇ રડે છે
જે પાસ થઇ ગયું છે તે ખુશ હશે ને નાપાસ થયું છે તે નાખુશ હશે..
પરિણામ આને જ કહેવાય..
કોઇ જીતે છે તો કોઇ હારે છે
જીંદગી આમજ જીવાય છે..
ધોરણ દશ ને બારની પરીક્ષાનું પરિણામ હમણાં હમણાં આવીને ગયું જે વિધાર્થીઓ પાસ થયેલા છે તે આગળ ભણવા તેમજ નવા એડમિશન લેવા માટે ઉતાવળા થયેલા છે ને વિચારતા હશે કે હવે મારે આગળ શું શું કરવું! કોલેજ કરવી કે કોઇ ટેક્નીકલનો કોર્સ કરવો!
પરંતુ જેઓ નાપાસ થયેલા હશે તેઓ જરાક હતાશામાં હશે કે મારે હવે શું કરવું! ફરી એક એક્ઝામ આપવી કે અહિં જ ભણતર અધુરુ મુકવું! કે પછી!
પણ જે ફરી એક્ઝામ આપવાનું વિચારતા હશે તો તેમનો વિચાર એક યોગ્ય હશે ને જે અધુરુ ભણતર મુકવાનું વિચારતા હશે તેમનો વિચાર યોગ્ય નથી જ કારણકે અધુરા ભણતરની આજના જમાના પ્રમાણે કોઇ સારી લાઇફ બનતી નથી માટે તેઓએ અધુરુ ભણતર મુકવાને બદલે આગળ વધુ ભણતર ભણીને પોતાનુ ભણતર પુરુ જ કરવું જોઈએ.
જે લોકો નાપાસ થયેલા છે તેમને કદી પણ પોતાની હિંમત ના હારવી જોઇએ એક વધુ પ્રયાસ અવશ્ય કરવો જોઈએ..
વધું મહેનત કરીને જ વધુ આગળ આવી શકાય છે...
જે વિદ્યાર્થીઓ નાપાસ થયેલા હશે તેઓ જરા હતાશ થઇને જાત જાતના વિચારોમાં ડુબેલા હોયછે..માટે તેઓ કોઇ અજુગતું પગલું ના ભરે તે માટે નર્મદા કેનાલ પાસે પોલીસનો સખ્ત બંદોબસ્ત રાત દિવસ માટે સરકાર તરફથી રાખવામાં આવેલો છે..જેથી કોઇ વિદ્યાર્થી કે વિધાર્થીની કેનાલ ઉપર આવીને કોઇ અજુગતું પગલું ના ભરી બેસે..એટલે કે નાપાસ થવાથી હતાશામાં પોતાનું જીવન આપઘાત કરીને ટુંકાવી ના દે..
આમાં ગુજરાત પોલીસ તેમજ સેવાભાવી અન્ય સંસ્થાઓના માણસો પણ આ નેક કામમાં સતત ત્રણ વર્ષથી જોડાયેલા છે.
નાપાસ થયેલાઓને ફક્ત બે શબ્દો છે ..કે નાપાસ થવાથી કદી હતાશામાં રહેવું જોઇએ નહી બલ્કે ફરી એકવાર વધું મહેનત સાથે પાસ થઇને સૈથી વધુ આગળ આવવું જોઈએ...
નાપાસ થવું એ તો એક સામાન્ય બાબત છે પણ વધુ એક પ્રયાસ કરીને ફરી એકવાર પાસ થવુ એજ સાચી જીંદગીનો ખરો આનંદ મળેછે...
Save life...Enjoy life.