#KAVYOTSAV -2
વિષય- પ્રેમ
હે... પ્રિયે
તું ક્યા એકલી રહે છે ?
જરા પ્રેમ નગરનું સરનામું
ફેસબુક-ટ્ટિંટર-વોટ્સએપ પર
મેસેજ કરીને મોકલી તો જો
હું પણ સેટિંગના તાંતણે
એકવાર બંધાઈ તો લઉં ,
પછી પ્રીતના કુવામાં કૂદીને
તારા નામના પાણીમાં
વારંવાર નાઈ તો લઉં ,
પછી સેન્ટના ખુશ્બુ ઓઢીને
મનની ટ્રેન પકડીને
ડ્રીમ શહેરમાં દોડી તો લઉં ,
પછી તને મળવાના પ્રોમિસ
મોબાઇલ પરથી લખીને
કંઈક વાર ફોરવર્ડ કરી તો લઉં
--- શેખર ખરાડી ઈડરિયા