કમ્પ્યુટર મામા... #Kavyotsav - 2
વ્હાલા... વ્હાલા.. સૌના...
એ આધુનિક મામા....
જ્ઞાન સાથે ગમ્મત કરાવે,
મારા કમ્પ્યુટર મામા...
ચિત્ર સાથે સંગીત સંભળાવે,
મારા કમ્પ્યુટર મામા...
રમતા રમતાં ગણિત શીખવે,
મારા કમ્પ્યુટર મામા...
ટ્રેનની ઝટપટ ટિકિટ અપાવે,
મારા કમ્પ્યુટર મામા..
ઊંચે આકાશમાં યાત્રા કરાવે,
મારા કમ્પ્યુટર મામા...
બેન્કમાંથી ઝટપટ પૈસા અપાવે,
મારા કમ્પ્યુટર મામા...
ગુનેગારને પણ જલદી પકડે,
મારા કમ્પ્યુટર મામા...
તમને ન જાણે તે કહેવાય નિરક્ષર,
મારા કમ્પ્યુટર મામા...
શું પ્રશંસા કરું તમારી...?
મારા કમ્પ્યુટર મામા..
દુનિયા આખીને માંગ તમારી,
મારા કમ્પ્યુટર મામા...
- "કલ્પતરુ"