Gujarati Quote in Thought by Harshad Patel Pij

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિકરી એટલે સાપનો ભારો...
આ કહેવત વરસો જુની છે ને હજી પણ ભૂંસાઇ તો નથી જ...
કારણકે હજી પણ જે લોકો મધ્યમ કક્ષાના પરિવારો છે તેમને મન તો હજી પણ દિકરી એટલે સાપનો ભારો સમાન લાગે છે...
કારણકે તેમની આવક ઓછી હોયછે અથવા તો બિલકુલ નહીંવત હોયછે...
નાની દિકરી કયારે પરણવા લાયક થઇ જાયછે તેની પણ માબાપને સમજ પડતી નથી...
આજે (દિકરી બચાવો ને દિકરી ભણાવો) વાત તો જોકે સાચી છે પણ જયારે તેની ઉંમર પરણવા લાયક થઇ જાયછે ત્યારે એક ગરીબ બાપ ઉપર શી વીતે છે તે તો તેનો બાપ જ તેની હાલત સમજી શકેછે...
પૈઠણ, દાગીના, કપડાં તેમજ સમાજના અન્ય નિતી નિયમનોનું પણ પાલન કરવું જ પડેછે...એટલે કે જમણવાર, બેન્ડવાજાં વગેરે..આવા અનેક ખર્ચામાં બાપ અડધો થઇ જાયછે..
નાનપણથી બાપે મારી પ્યારી દિકરી સમજીને એક અનોખી ખુશીઓ સાથે તેને ઉછેરી હોય ને તે પછી તેના પરણાવાના ખર્ચાઓ જાણીને બાપનું લોહી અડધું થઇ જાયછે...
ત્યારે ના છુટકે બાપના મનમાં અનેક વિચારો આવ્યા કરેછે કે દિકરી પરણાવવા આટલા પૈસા લાવીશ કયાંથી! ઉછીના પાછીના કરીને લોક કેટલા પૈસા આપશે!
હમણાં બે દિવસ ઉપર એક ચમકેલા સમાચાર હતા કે એક દિકરીના બાપે દિકરીના લગ્ન કરવા માટે મજબુરીથી એક જૈન દેરાસરમાં જઇને ભર બપોરે મુર્તિ ઉપરના દાગીનાની ચોરી કરી...
દાગીના આશરે એક લાખને ચાલીસ હજારના હતા...
બસ કલાકોની જ ગણતરીમાં પોલીસે આ ભાઇને પકડી લીધો..પુછવામાં આવ્યુ કે તે કેમ ચોરી કરી તો તેને જવાબ આપ્યો કે મારી દિકરીના લગ્ન માટે આ ચોરી કરવી પડીછે...
વાત સાચી કે ખોટી તે ખબર નથી પણ જો ખરેખર કોઇ ચોર હોય તો તે રાત્રે જ ચોરી કરે દિવસે કોઇ ચોર આવી હીંમત કરે નહીં...
તેના ચહેરા ઉપર ઘણી ચિંતા ઓના વાદળો ઘેરાયેલા દેખાતા હતા..જાણે ખરેખર કંઇક તેની આમ મજબુરી તો હશે જ...
હવે આગળ તેનું શું થશે એતો તેનું નસીબ...કહેશે.
કહેવાનો તાત્પર્ય એ છે કે જેની પાસે ખરેખર દિકરી પરણાવવાના પૈસા નથી તો તે બીજું શું કરશે!
કાંતો તે ચોરી કરશે કાંતો તે આપઘાત કરીને આ દુનીયા છોડી દેશે...આ માટે તેની પાસે આ બે જ રસ્તા હોયછે.
આમ જુઓ તો આ બધો જ વાંક આપણા સમાજનો હોયછે કારણકે આપણે આપણા જુના રીતરીવાજો દુર નથી કરી શકતા..ને આવા નકામા થતા અસંખ્ય ખર્ચા જોઇને કોઇ પણ ગરીબ બાપને આવા વિચારો આવી શકે છે...ચોરી કરવી ગુનો છે પણ ઘરમાં જુવાનજોધ દિકરી ને કયાં સુધી ઘરમાં બેસાડી શકાય!
આ માટે દિકરી એ જ પોતાના બાપને સાથસહારો આપવાની જરુર છે કે...
પપ્પા હું તેની સાથે જ લગ્ન કરીશ કે જે મારા પપ્પા પાસે કંઇજ નહીં માગે...
આવું દિકરી કહેશે તો જ આ શકય બનશે..નહી તો માંગનારા માગતા જ રહેશે..
મારે બંગલો જોઇએ..
મારે ગાડી જોઇએ...
મારે આટલા તોલા જોઇએ..
ભૈલા, બે પૈસો તો કમાઇ જો કેમનો કમાવાય છે!
લોકોના પૈસે તાગડધિન્ના તો બધાય કરે..જાત મહેનત કરો તો ખબર પડે કે ગાડી બંગલા કેમના આવેછે!
કોઇકે આપણા ઘરમાં દિકરી આપી એજ આપણી સાચી લક્ષ્મી છે..ને એના આવ્યા પછી જ બધું આવવાનું છે કારણકે તેજ લક્ષ્મી આખા ઘરના બગડેલા નસીબને બદલશે..
દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો જ સાચો સાથ હોયછે..લોકો એમ જ નથી કહીને ગયા!

Gujarati Thought by Harshad Patel Pij : 111163529
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now