#Kavyotsav2
કૈંક ખૂટે છે!
મારામાં પણ અને તારામાં પણ, કદાચ;
કશું ના બોલ, નહીંતર અહિયાં શબ્દો ખૂટે છે.
મન ભરીને બોલું એવી દૂનિયા ખૂટે છે,
મનથી બોલું તેવું સંભાળનાર કોઈ ખૂટે છે;
કેટલું સાચવું?
હા! મારી લાગણી ને સાચવનાર ખૂટે છે.
સમજણ ના ખાડામાં પગ ફસાયો છે,
ને કોઈ સમજી કાઢનાર ખૂટે છે;
ગેર સમજ થઇ ગઈ છે કોઈને,
બસ! સમજણ આપનાર ખૂટે છે.
મન ભરીને હસવું છે,
મન ભરીને રોવું છે; ને
હસવા ખીલતો ખીલખીલાટ ખૂટે છે,
રડવા ખૂણાનો ખોળો ખૂટે છે.
થોડો ઘેરાયેલો છું આ દુનિયામાં,
થોડી એકલતા ખૂટે છે;ને અહિયાં,
સાવ એક્લોછોડી મુક્યો અધવચ્ચે,
બસ! તારો એક જ સાથ ખૂટે છે.
નજર સામે બધા પ્રેમ કરે બધાને,
ને અહીં પીઠ પાછળ બધા કોસે છે;
બસ એક જળ ઝુબાન ખૂટે છે; ને અહિયાં,
સાચ્ચો એક જીગરી દુશ્મન ખૂટે છે.
ખૂટતું રહ્યું છે, ને ખૂટશે જ, અહિયાં,
માણસ છું, મારી સાચી ખોટ સમજનાર ખૂટે છે;
રાહ જોઉં છું પૂર્ણઅવતાર તારી; ને અહિયાં,
બસ તારી એક હાજરી ખૂટે છે.
-ઋત્વિક વાડકર