# Kavyotsav : 2
# કાવ્યોત્સવ : લાગણી
તો કહું !!!
દેહ સાથે દોસ્તી ઘણા કરે છે અહીં ,
આત્મા સાથે દોસ્તી કરી શકે તો કહું !!!
દેહ સાથે દુશ્મની ઘણા રાખે છે અહીં ,
આત્મા સાથે દુશ્મની નિભાવી શકે તો કહું !!!
દેહના સગા ઘણા મળશે અહીં ,
આત્મા સાથે સંબંધ રાખી શકે તો કહું !!!
દેહ સાચવવા દોટ મુકે સૌ અહીં ,
રડ્યા - રડાવ્યા વગર , આત્મા ને સંભાળી શકે તો કહું !!!
ઓન લાઈન સંબંધો ઘણા મળ્યા અહીં ,
ઓફ લાઈન સંબંધો સાચી રીતે સાચવી શકે તો કહું !!!
દોસ્ત , યાર જેવા શબ્દો ઘણા મળે છે અહીં ,
" તેજલ " સૌ સાથે સાચી દોસ્તી નિભાવી શકે તો કહું !!!
*******************************************
જય શ્રી કૃષ્ણ
*******************************************