#kavyotsav 2
#કાવ્યોત્સવ
શુ મારી માં અભણ હતી ?
મારી માં માત્ર 4 ચોપડી ભણેલી હતી.
તે આખું ઘર સંભાળતી હતી.
મારી મા અભણ હતી.
સૌને તેની જરૂરત હતી.
તે કદી બીમાર થતી નહોતી.
મારી માં અભણ હતી !
તે વહેલી સવારે ઉઠીને મોડી રાતે સૂતી
હતી.
તે સૌનું ધ્યાન રાખતી હતી.
મારી માં અભણ હતી !
સૌને જમાડીને પોતે જમતી હતી.
એક વાર તે ખૂબ જ માંદી પડી.કોઈને
કહ્યું નહીં. મારી માં અભણ હતી !
માંદી થઈને તે જલ્દી મરી પણ ગઈ.
માં એ કેમ કોઈને કંઈ કહ્યું નહીં ?
શુ મારી માં અભણ હતી ?
શુ સાચે જ મારી માં અભણ હતી ??
હરસુખ રાયવડેરા