નથી સમજાતું, નથી સેહવાતું,
મનનુ દુ:ખ મનમાં જ મુજાય છે,
એકલતાના વિચારોમાં મન એકલુ બેઠુ,
ન જાણે તે કોના ચકડોળે ચડયુ ?
જીવનના અનેક આલ્બમ નિહાળતુ,
મન એક જીવનના ખુણામાં બેઠુ,
બાળપણની રમતો પડતી મૂકી,
ક્યાંક મન ઢીંગલા પોતીયામા ગૂંચવાયુ.
સવાલો જવાબોની વચ્ચે ફસાયેલુ મન,
ભિતરના વિચારોમાં પોરવાયુયું મન,
બાળપણ ભુલી જુવાનીના ઉંબરે ઊભુ,
અવનવા સપના સજાવતુ મન.
ના જાણે, ના સમજે મન આ વાત,
બસ એમજ મન કોઈને દિલમાં સમાવતું,
હાલ હી હાલ રોજ એક દિવસ મરતુ દિલ,
ન જાણે કેમ તે પ્યાર કરતું.
સપનાની સાથે યાદ પણ કરતુ,
રોજ એક દિવસ બસ એમજ ફસાતુ મન પ્રેમમાં,
અવનવા સંબંધો બાધી કોઈની સાથે,
ભુલી જતુ મન પોતાના જ સંબંધો.
જોડેલા તારના તાતણા સમા સબંધો,
એક જ જીવનના પાંજરામાં પુરાતુ મન,
અલગ અલગ મનના માનવીની વાતોમાં
દુભાતુ મન એકલતાના દરિયામાં.
સમય સમયની સાથે બદલતુ મન,
કોણ જાણે કોના વિચારોમાં ભમતુ મન,
નથી સમજતું નથી જાણતુ મન,
કયારે કોના વિચારોમાં રમે મન.