કચ્છના પ્રવાસ દરમિયાન જોયેલું એક દ્રશ્ય...
માતા ના મઢ થી નારાયણ સરોવર જતા વચ્ચે 15-20કિમિ નો રણ પ્રદેશ જેવો રસ્તો આવે છે જ્યાં દૂર દૂર સુધી અનાજતો ઠીક પણ પાણી નું ટીપું શોધવું પણ મુશ્કેલ બની જાય છે.
આમ રસ્તો ટ્રાફિક વાળો છે એટલે રોજની લગભગ 10જેટલી ST અને 4-5 લોકલ ટ્રાવેલ્સ ચાલુ હોય.
ત્યાં રહેતા વન્ય પક્ષી, કૂતરાં અને ગાયો માટે આ ST અને પ્રાઈવેટ બસો વાળા રોજ પોતાના ઘરેથી પાણીના કેન અને ખોરાક લાવે છે જેથી કરીને ત્યાં બીહડ માં વસતા પ્રાણીઓ ભૂખ અને તરસ થી મૃત્યું ના પામે.
આજના આ સમયમાં માણસ પોતે માણસ નું નથી વિચારતો ત્યાં આ લોકો પશુ માટે આટલી લાગણી ધરાવે એ જોઈને એટલું સમજાયું કે માનવતા હજી મરી નથી.
કચ્છ ના આવા ડ્રાઇવર અને કંડકટરના પશુપ્રેમ ને સલામ..
?ગમ્યું હોઈ તો SHARE કરજો ?