શ્રીલંકાના કોલંબો શહેરમાં થયેલા સિરિયલ બલાસ્ટમાં લગભગ ત્રણસોથી ઉપર લોકોએ જીવ ગુમાવ્યો....
ને પાંચસોથી વધારે લોકો ઘાયલ પણ થયા...
ત્રીસથી વધારે શકમંદોની સરકારે ધરપકડ કરીછે...
આ એક આતંકવાદીઓનું કાવત્રું જ માની શકાયછે...
હજી સુધી ખબર પડી નથી કે કયા આતંકી સંગઠને આ કાવતરું કરવાની જવાબદારી લીધી હતી, તે જાણી શકાયું નથી...
જે થયું તે બહુજ ખરાબ થયું તેમ ગણી શકાય...
બીજાઓ સાથેની દુશ્મની હોય ને અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ આપી દેવો પડતો હોયછે...
ઘણું ખરાબ આ કૃત્ય કહી શકાય...
લોહીના છાંટા પણ છેક ઇશુની પ્રતિમા ઉપર પણ પડ્યા હતા...
એક જ દિવસે ને એક સાથે આઠ ઘડાકા અલગ અલગ રીતે થયા હતા...તેમાં સૈથી મોટો ધડાકો કોલંબો શહેરમાં આવેલી કોઇ મોટી ચર્ચમાં થયો હતો...
ચર્ચની ઉપર આવેલા છતના નળીયા પણ ઘડાકા સાથે તુટીને પથ્થરોની જેમ નીચે પડયા હતા...
આખી છત ખુલ્લી થઇ ગઇ હતી...
કોઇને પણ ખબર ના હતી કે આપણી આ પ્રે છેલ્લી પ્રે હશે...
સવારનો સમય હતો સૈ કોઇ પોતાના ઇશુની પ્રે કરવા ચર્ચના મેદાનમાં ભેગા થયા હતા...
સમય થવાથી સૈ વાતો કરતા કરતા હળીમળીને અલગ અલગ રીતે ચર્ચમાં જતા હતા...
કોણે ખબર કે આપણે જે ચર્ચમાં પ્રે કરવા જઇએ છીએ તેમાં વિસ્ફોટ ભરેલી બેગ સાથે એક આતંકી પણ આપણી વચ્ચે પોતાનો આતંક કરવા સાથે બેસવાનો છે, ને જેવો તે બેસશે તુરંત વિસ્ફોટ કરવાનું રિમોટ પળવારમાં તે દબાવી દેશે!
બસ પછી એમ જ થયું...
બધાઓની સાથે પેલો બેગવાળો આતંકી પણ ચર્ચમાં આવ્યો ને તે બેન્ચીસ ઉપર બેઠો ને બેઠા પછી કંઇ પણ રાહ જોયા વગર તુરંત તેને હાથમાં સંતાડી રાખેલ નાનુ રિમોટ દબાવી દીધું...
બસ અમુક સેકંન્ડોમાં તો પોતાનો ખેલ સમાપ્ત કરી દીધો...
મોટા અવાજ સાથે લોકોના જીવ કાયમ માટે ચાલ્યા ગયા...
શરીરોના ચિથરે ચીથરા થઇને ઉડ્યા...કોઇના માથા આમ તેમ તો કોઇના હાથ પગ આમ તેમ...
લોહીની નદી વહેવા લાગી...
લોહીના ખાબોચીયા ભરાવા લાગ્યા...
બેસવાની અસંખ્ય બેન્ચીસો તુટીને વિખરાઇ ગઇ હતી...
અવાજ સાંભળીને આજુબાજુ રહેતા સૈ દોડી આવ્યા...
કોઇનો ભાઇ તો કોઇની બહેન તો કોઇની મા તો કોઇનો બાપ...
સૈ કોઇ આમ તેમ પડયા હતા
આખી ચર્ચ ચિસકારીઓથી ગુંજી ઉઠી...
ટુંકમાં..આતંક એકલદોકલમાં નથી થતો પણ જયાં લોકો વધું એકઠા થતા હોય...તેવી જગ્યાએ વધુ થતો હોયછે...
મોલ, સિનેમા, બસસ્ટેન્ડ, ટ્રેન, મેળો, મંદિર, મંઝીદ...
વિસ્ફોટ કરીને તે તો મરી ગયો પણ બીજા ઘણા નિર્દોષોને પણ સાથે લેતો ગયો...
તેથી જ...
આતંક ના કયારેય બંધ થશે...કે ના કોઇ બંધ કરી શકશે...