અમમમમમ!!!
આજે થયું કે મેરા જીવન નો એક પ્રસંગ આપની સામે પ્રસ્તુત કરું.
ડર તો લાગે છે કે લોકો મારા વિશે શું વિચારશે???
પણ ડરી ને થોડી જીંદગી જીવાય!!
વાત છે કોલેજ ની( સ્કૂલ ની ઊંમર થોડી નાની કહેવાય? )
હું આટ્સ કૉલેજ હતો. કોલેજ તો ખાલી નામની.
પરીક્ષા સીવાય તો કયારેય જવાનું થાતુ જ નહીં.
બસ અમારો તો એકજ અડ્ડો "ચા ની કીટલી ".
રોજ સવારે ઘરે થી નિકળી ચા ની કીટલી પર બધા મિત્રો
ભેગા થાય.
આટ્સ ના વિદ્યાર્થી એટલે મોટી નોટ જ હોય.
પણ અમારી કોલેજ માં વિજ્ઞાન પ્રવાહ નો ડિપાર્ટમેન્ટ હતો.
હવે રોજ અમારી જેમ વિજ્ઞાન પ્રવાહ ની છોકરીયો ચા ની
કીટલી પર ચા પીવા આવતી.
અમને તો અમારૂં સ્ટેટસ ખબર.
વિજ્ઞાન પ્રવાહ એટલે એમની સામે કદી જોવાનુ થાય નહીં .
રોજ સાથે બેસતા એટલે થોડી ઘણી વાતો થતી..
એમાં એક છોકરી ની નજર મને બહુ ગમતી ..
રોજ આંખો થી આંખો મલતી..
એક સૌંદર્ય ની દેવી કહી શકાય એવી (મારી નજર મા) તમન્ના.....
બસ તો મારી જીંદગી નો એ ટર્નીંગ પોઈન્ટ (વળાંક) હતો..
જેને પામવા ની ખરેખર તમન્ના થતી... પણ સાયન્સ!!
એટલે ત્યાં થી હું પાછો ફરી જતો..
પણ કહયું છે ને કે દોસ્ત જેવા કમીના કોઈ જ ના હોય....
તો બસ પત્યું!!!!!!!!!
હજુ તો મને એના પ્રત્યે કોઈ લાગણી બંધાઈ ન હતી..
પણ કહેવાય છે ને કે રોજ એક ની એક વાત તમને કહેવામાં
આવે એટલે તમે એને સાચી માનવા લાગો.
મિત્રો તો મારા.... એટલે અઘરી નોટ જ હોય..
બસ રોજ એક જ વાત.. તમન્ના. તમન્ના. તમન્ના......
એટલે મને પણ લાગ્યુ કે હું એના પ્રેમમાં છું...
ને રોજ સામું જોઈને એક મીઠી સ્માઈલ આપે ..
એટલે લાગ્યું કે આપડુ પાક્કું...
બસ હવે આમ ને આમ કોલેજ નું ત્રીજું વર્ષ પણ પતવા આવ્યુ..
આમારો તો રોજ નો એજ સીલસીલો,
નજર મલે ને એક મીઠી સ્માઈલ....
અમને ખબર તો હતી કે એક બીજા ને ગમતા,
પણ કહેવાની તાકાત ના મારા મા હતી કે ના એના માં..
હવે કોલેજ નો છેલ્લો દિવસ હતો...
મને હતું કે એ સામે થી આવસે,
ને એના મનમાં પણ એવું જ કે,
હુ આજ અમારા પ્રેમ નો એકરાર કરીશ...
પણ અફસોસ કે ,
ના એ કંઈ કહેવા આવી કે ના હું....
કોલેજ નો છેલ્લો દિવસ એટલે બધા એક બીજા ને મળતા.
પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં..
એક બીજાને ટચ માં રહેવા ના વાયદા આપ્યા..
તમન્ના ની પણ આંખો છલકી રહી હતી...
બસ એક હું જ નિશબ્દ ઊભો રહ્યો ...
આજે પણ યાદ છે એની છેલ્લી એક નજર,
આંખો માં પાણી નો મારો, ઉદાસીન ચહેરો.
બસ........
આજે પણ એની એ નજર શરીર ને ઢંઢોળી મુકે છે..
ને આમ ,
અમારી નજરો નો એ પ્રેમ અધૂરો જ રહી ગયો.......