આજે મતદાનનો દિવસ હતો..અમુક બુથ ઉપર સવારથી જ મતદારો પોતાનો કિંમતી મત આપવા લાઇનમાં ઉભા રહ્યા હતા...નાના મોટા સૈને વોટ આપવાનો એક અનેરો ઉમંગ તેમના ચહેરા ઉપર દેખાતો હતો...
ઘણાલોકો પોતાના પ્રાઇવેટ વ્હીકલ લઇને વોટ આપવા આવતા હતા તો ઘણા લોકો રિક્શા ભાડે કરીને પણ વોટ આપવા આવતા હતા તો ઘણા મોટી ઉંમરના વૃદ્ધ લોકો ધીરે ધીરે પગલે પણ વોટ આપવા પોતાના ઘરેથી નજીકના બુથ ઉપર આવતા હતા...
વોટ આપ્યા પછી આવા લોકો બુથની બહાર નીકળીને પરત ઘરે જવા કોઇ સાધનની રાહ જોતા બુથના દરવાજે ઉભા ઉભા આમ તેમ નજરો નાખતા હતા...
આ જોઇને મને પણ કંઇક દિલમાં વિચાર આવ્યો કે આવા વૃદ્ધ લોકો જે છે કે જેમને ચાલીને તાપમાં ઘરે પરત નથી જઇ શકાતું તેમને થોડાક સમય માટે સહીસલામત તેમના ઘરે પહોચાડવાનો મે પણ એક નિર્ધાર કર્યો..આમ પછી લગભગ પાંચ જેવા ઉંમરલાયકોને મારા એકટીવા ઉપર બેસાડીને તેમના ઘરે સહિસલામત પહોંચાડ્યા હતા...
આવા સમયે આવી સેવા કરવાનો મોકો વારંવાર કયાં મને મળવાનો હતો!