વિશ્વ પૃથ્વી દિવસ
એક સમયની વાત છે જ્યારે પૃથ્વી અને તેના અન્ય મિત્રો વાર્તાલાપ કરી રહ્યા હતા ત્યારે પૃથ્વીનો અંગત મિત્ર મંગળજી તેને સવાલ પૂછ્યો કે પૃથ્વી આજકાલ લોકો તારા કરતા પણ મને કેમ ચાહે છે હાલમાં તો તું જ તે લોકો ને સાચવે છે ત્યારે પૃથ્વીએ હસતા હસતા કહ્યું કે મારા વાલા મંગળજી હજુ તો તમને મારા લોકોનો સાચો અનુભવ જ ક્યાં થયો છે દૂરથી દેખાય એ દર વખત સારું જ હોય એવું ના માનવું વર્ષો પહેલા હું પણ એવું જ માનતો પણ આજે આજે જોઈ લે મારી સ્થિતિ બની શકે કે આજે તારી નામના વધારે છે પણ બની શકે કે આવનારા સમયમાં તારી નામના નો પણ હોય.
શરમ આવે છે મને આ વાત ને કહેતા કે જે માંએ આપણને રહેવા જગ્યા દીધી અને આ માનવી જાત ને સહારો આપ્યો આજે એ જ માનવી જાત ધરતી પર દિવસેને દિવસે બોજ બની રહી છે આજે વિશ્વ પૃથ્વી દિવસ છે મારે આપ સૌને એક જ વાત કહેવી છે કેજે ઘરમાં તમે રહેતા હો તે ઘરને તમે કેમ સાફ-સૂથરું રાખો છો તે જ રીતે આપણે એટલું સમજાય કે આપણે જે જગ્યા પર રહીએ છીએ તેનું બાંધકામ આપણે આપણી ધરતીમાં પર કર્યું છે જો તે આપણને રહેવા માટે ઘર બાંધવા જતી હોય ઓફિસ બનાવવા દેતી હોય રોડ રસ્તા બનાવવા દેતી હોય તો હવે એક સારા માનવી તરીકે આપણે એટલું તો જાગૃત થાવું જ પડે કે એ જો આપણને રહેવા દે છે તો આપણે એને પ્રદૂષિત ના કરે અને આવનારા સમયમાં જે દિવસે ને દિવસે વધી રહેલી સમસ્યા એટલે કે ગ્લોબલ વોર્મિંગ જે મધર નેચર ને ધ્વસ્ત કરી રહી છે એના માટે બને એટલા વૃક્ષારોપણ અને આપણા પર્યાવરણનું જતન કરવું એ જ આપણો મુખ્ય ધર્મ અને ઉદેશ્ય છે.