કોઇ મને પુછે કે તમારી બાઇકમાં તમને કયા પેટ્રોલ પંપનું પેટ્રોલ પુરાવવાનું ગમે!
હું તો જટ કહી દઉ કે મને પેટ્રોલ તો બસ રિલાયન્સનું જ પુરાવવાનું ગમે..
કારણકે એક તો તેનું પેટ્રોલ એકદમ ચોખ્ખુ હોય, બીજુ કે જેટલા પૈસાનું પુરાવવાનું હોય તેટલા પૈસાનું પુરુ મળે,
તેમજ બીજી ઘણીબધી તેમાં સુવિધાઓ હોયછે...
જેમકે તેના સ્ટાફનું ગ્રાહક સાથેનું વર્તન એક દમ સરસ હોયછે...પછી આપણી બાઇકમાં તેઓ પેટ્રોલ નાખતા પહેલા આપણને ઝીરો બતાવે છે...સૈચાલય પણ એકદમ ચોખ્ખુ હોયછે..ઉનાળામાં ઠંડું પાણી આપણને સહેલાઇથી તેમાં મળી રહેછે...હવા પુરાવવી હોય તો તેનો એક સ્ટાફ ખડેપગે તૈયાર હોયછે.
આવી તો અનેક સુવીધાઓથી ભરપુર પેટ્રોલ પંપ હોયછે...
માટે જ આજે ભારતમાં નંબર વન કોઇ પેટ્રોલ પંપ હોય તો ફકત રિલાયન્સ પેટ્રોલ પંપ જ કહી શકાય...
જયારે બીજા દરેક પંપો ઉપર આવી સુવિધા આપવામાં આવતી નથી!
પેટ્રોલમાં પણ ચોરી થતી હોયછે...પાણીના પણ ઠેકાણા હોતા નથી...સૈચાલય પણ ગંદુ દેખાય છે...સ્ટાફનું વર્તન પણ ખરાબ જોવા મળેછે...પેટ્રોલ સ્ટાર્ટ કરતી વખતે ઝીરો કયારેય તેઓ બતાવતા નથી...તેઓની વાણીમાં પણ અધ્ધર જવાબ હોયછે...
પેટ્રોલ પુરાવતી વખતે મશીનમાં એક બે ને ત્રણ નંબર આવે પછી ડાયરેકટ તેર નંબર ચાલું થઇ જતો હોયછે...વચ્ચેના દશ નંબર તો ઉડી જ જાયછે!
કોણ જાણે આવું કેમ થતું હોયછે! તે સમજાતું નથી!
તેથી જ આજકાલ લોકો રિલાયન્સના પેટ્રોલ પંપ ઉપર વધું ભરોસો મુકે છે.
આમેય ગ્રાહકને જયાં વધું સંતોષ મળતો હોય ત્યા જ તેઓ વધારે જતા હોયછે..પછી તો કયારેક ના છુટકે બીજા પેટ્રોલ પંપ ઉપર જવું પડતું હોયછે...કહો કે એક મજબુરી હોયછે. કારણકે રોડ ઉપર બાર કે પંદર કિલોમીટર ઉપર એક રિલાયન્સ પેટ્રોલ પંપ આવતો હોયછે! તેથી ગ્રાહકને આના માટે મજબુર થવું પડતું હોય છે.
બાકી સારુ પેટ્રોલ તો રિલાયન્સનું જ કહી શકાય
સો ટકા સોના જેવું..એવરેજ પણ સારી મળે ને એન્જીન પણ સારું રહે...
વાહ ધીરુભાઈ તમે તો ચાલ્યા ગયા પણ અમારી માટે એક અમરત મુકતા ગયા...હો.