#પ્રણામ .....મિત્રો
~~~~~~~~~~
જેની પાસે ધન ઓછું છે તે ગરીબ નથી , પરંતુ જેની ઈચ્છાઓ અતૃપ્ત છે તે જ ખરેખરો ગરીબ છે .
સારા સમયમાં પરિવારના સભ્યો આપણને ઓળખે છે અને નબળા સમયમાં પરિવારના સભ્યોને આપણે ઓળખતા થઈએ છીએ . હક્કની વાત કરતાં પહેલાં જવાબદારીની સમજ જરૂરી છે .
પરસેવો પાડ્યા વગરની પ્રાપ્તિ ,
સંપ અને જંપની સમાપ્તિ .
યાદ રાખજો ...
હું સુખી થાઉં અને બીજા ભલે દુઃખી થાય તેવી વૃત્તિ દાનવની .
હું સુખી થાઉં અને બીજા પણ સુખી થાય તેવી વૃત્તિ માનવની .
હું દુઃખી થાઉં અને બીજા ભલે સુખી થાય તેવી વૃત્તિ મહાત્માની .
અનંતની યાત્રામાં આપણું જીવન એક આંખના પલકારા જેવું છે .
મોત તમારી પાસેથી બધું જ લઇ લેશે .
? શુભ ભાવમાં રહેજો ?