ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ 'અગ્નિ પરીક્ષા'ની નોંધ કોઈ ધર્મ કથાઓમાં જોઈ- સાંભળી છે ખરી !!!
મરચા ... આખા પટમાં સ્ત્રીઓજ કામ કરતી હતી . બીલ ની વસુલાત સીવાય ...
હેં બાયુ,
આ ઓયલો મારાઝ
સીતાને આગમાં પધરાયવાની
કથા કરતોતા ...
હાયલ ની એક દિ
ઈ મારાજ ને આંય લાયવીને કયે
કી બાપ આ મરસાની આગની કથા કેમ નથી વાંસતો ?
સીતા ને તો એક વાર જ બળવું પયડું હયશે
અમારે લમણે તો .......