પ્રિય સહેલીઓ,
મજામાં છો ને બધા?
પોતપોતાના સંસારમાં મગ્ન. છોકરાઓનો અભ્યાસ, કરીઅર, વરનો જોબ, બિઝનેસ, સાસરિયાં નો વહેવાર બધું સરસ રીતે ચાલતું હશે નહિ ? ???♀
દિવસો કેવા પાંખ લગાવીને ભાગતા હશે.
તમારામાંથી ઘણી જણીઓ હવે પ્રૌઢાવસ્થામાં પહોચી ગઈ હશે. કોઈના ઘૂંટણ દુખતા હશે, કોઈને મેનોપોઝ હેરાન કરતો હશે...
જેનાલિધે ચિડચીડ, માનસિક અસ્વસ્થતા, કોઈ એકદમ પાસે હોવું જોઈએ એવું લાગતું હશે નહિ.....?
શાંતિથી એક જગા પર બેસી મન ભૂતકાળમાં જતું હશે. કેટલીયે યાદો સતાવતી હશે ને ?
એક મજાની વાત કહું ?
આપણે જ્યારે ભૂતકાળમાં જઈએ ને ત્યારે નાના નાના થતાં જીએ.
પછી આપણને યાદ આવે નાની નાની વાતોમાં થયેલ ઝગડાઓ, ચકલીના દાંતથી તોડીને ખાધેલ પીપરના ટુકડાઓ, લુપાછુપી રમતી વખતે કરેલ પોબારો, આ અને એવું ઘણું બધું.....
અને આપણને હસવું આવે અને હસતા હસતા ક્યારે રડવું આવી ગયું ખબર જ ના પડે.
પછી એવું લાગે કે પુરુષોને આવા વિચારો નહિ આવતા હોય ???? થાય ને સખીઓ એવું ? નક્કીજ થાય..
પણ શું છે કે પુરુષોના મનમાં આવે ત્યારે એ લોકો તરત મળી લે, ફોન પર વાત કરી લે અને ગેટ ટુગેદર પણ તરત નક્કી કરી નાખે.
અને આપણે સહેલીઓ, આપણે માત્ર વિચાર કરતા રહીએ ....
આપણી જવાબદારીઓનો
છોકરાઓનો
વરનો
સાસરિયાંનો
અને સહુ થી મોટો સમયનો
અને આ સવાલ જ્યારે સમય પર આવીને અટકી જાય ને ત્યારે ખરી કસોટી થાય...
બાકીના સવાલ પૂરા થાય પણ સમય પર આવે એટલે આપણે કહીએ કે હમણાં નહિ ફાવે ....
પછી જોશું...
આ ' પછી ' શું હોય
પછી પણ એજ કામ કરવાના છે જે તું અત્યારે કરી રહી છે.
તો સખીઓ,
તું પોતાની માટે વિચાર ક્યારે કરશે ? પૂરી રીતે થાકશે ત્યારે ? કે પતિ અને છોકરાઓ પોતાની પૂર્ણતાનું માપ તારા પાલવમાં નાખશે ત્યારે ? એ દિવસ ઉગશે ત્યાર સુધી
સહેલીઓ.....
તમારી બીજી બહેનપણીઓ થાકી પડી હશે. કોઈ ટુટી પડી હશે...કોઈકે વિદાય લીધી હશે ..
હં હં ....
મારા પત્ર થી વિચલિત ના થાઓ...
પણ વિચાર જરૂર કરો....
જેમ તમારા ઘરની પ્રા યો રી ટી જ છે તેમ જ તમારી જિંદગીની પણ *પ્રાયોરીટી* જ છે.
હમણાં જેટલા આનંદી અને ખુશ રહેશોને એટલા વૃદ્ધાવસ્થામાં સુખેથી રહી શકશો...ન મળેલ આનંદ માટે દુઃખી નહિ થાઓ જિંદગીભર....
તો હવે જ્યારે પણ પિકનિકનો, ધમાલ કરવાનો, સાથે મળવાનો વિચાર કરો ...
ત્યારે કહો....
હમણાં
સમય કાઢીશ તોજ નીકળશે, નહિ તો ક્યારેય નહિ.....
એટલે જ તમારી જૂની સહેલીઓને મળો, ધમાલમસ્તી કરો, જૂના દિવસોને યાદ કરો અને નવા સંભારણા બનાવો
અને....મજામાં રહો.....