આમ જુઓ તો ઇશ્ક જાહોજલાલી છે;
ને તેમ જુઓ તો એક પાયમાલી છે.
હસતા રમતા એ જ દઈ જાય દગો;
વ્યક્તિ જે સહુથી વધારે વહાલી છે.
દીદાર હુસનના થાય તો ભટકી જાય;
નજર પણ સાલી, ભારે મવાલી છે.
તાળીઓ ન પાડશો તો ચાલશે યારો;
કવિતા છે મારી, એ ક્યાં કવાલી છે?
વટાવી ન શક્યો લાગણીઓને કદી;
સમજ્યા એઓ લાગણીઓ જાલી છે.
નથી જરૂર એમને શૃંગાર સાધનાની ;
બન્ને ગાલે એમનાં શરમની લાલી છે
કેટકેટલાંને જવાબ આપતો રહું હવે?
સામે મળતો હરેક શખ્સ સવાલી છે.
હસુ છું મહેફિલમાં ગમ ગટગટાવીને;
સરોવર મારી આંખોના તો ખાલી છે.
કવિતા એટલે લખી શકે છે નટવર;
છે એ થોડો રંગીન, થોડો ખયાલી છે.