ચાલ એક આંટો બહાર મારી આવીએ,
બંધનોથી મુક્ત હવાને માણી આવીએ.
આમ તો સ્થળ ક્યાં કોઈ પણ બાકી હવે
કોઈના દિલ સુધી લટાર મારી આવીએ.
આપવાની મઝા શું હોય છે એ જાણવા,
વૃક્ષ કે પછી વાદળને મળી આવીએ.
હસ્તરેખાઓ સુકાઈ જાય એ સારું નહિં,
કો’કના આંસુ લૂછી
એને પલાળી આવીએ.