?? ''હવે કોઈ મતલબ નથી''??
35 વર્ષ પાર કર્યા,પછે સમજાયું સાલું
'લક્ષ્મી-ચૂનો' ખાવાનો હવે કોઈ 'મતલબ' નથી....
ચડતા ચાર પગથિયાં જ્યારે ફેફસાં ફુલ્લિ જાય..
ત્યારે સમજાયું સાલું માવા ખાવાનો કોઈ 'મતલબ' નથી...
રાત્રે અંગીયાના 'ઓટે' બેસી,હવે કરે છે માર્કેટિંગ
એ 'માસ' એ 'અમલા' એ 'સતલા' એ 'શાંતિ'
સમજી જાઓ તો સારું,પછી મારી જેમ એક દિ કેશો..!!
'વિઠુભા' સાચું કેતા કે,તમાકુ ખાવાનો કોઈ 'મતલબ' નથી....
રોજ રાત્રે 'IPL' નું રીડિંગ કરે અને તત્કાળ 'રિઝલ્ટ' આપે..!
કહે 'કોહલી' એકલો સુ કરે "ભાવેશ'
બેંગ્લોરવાળા 'પ્રવિણભાઈ'ની 'RCB' નો હવે કોઈ 'મતલબ' નથી..
હોંશેહોંશે 'વિઠુંભા' એ 'ઇગલ વોરિયર્સ' નું પન્નુ ખોલ્યું..!!
જ્યારે કિસ્મતમાં 'કેપ્ટન' (માસ) ભૂટકાણો
ત્યાંજ 'વિઠુંભા' બોલ્યા હવે T-શર્ટના સ્પોન્સરનો કોઈ 'મતલબ' નથી..!!
ચેતલો કહે 'ચત્રભુજ' કને,વિઠું છે મોકાની રોડ ટચ.
આ 'માહોલ' છે કેવો મંદીનો,હવે નથી કોઈ કસ
અંગીયાવાળ સર્કલને કહીશ તો મળશે નહીં જસ
એટલે એ 'સ્કીમમાં'જાજો હવે કોઇ નથી 'મતલબ'..
કારણ વગરના રાજકારણમાં રાત્રે રમઝટ બોલાવે..
વીનું 100% ખાટી જશે..!!એમાં નવાઈ કાઈ નથી
માહોલ જ 'મોદી' નો છે,બાકી પપ્પુનો કોઈ 'મતલબ' નથી.
એમ્પ્લીફાયર પણ ઓતરાઈ જાય,એવી જબરી ટેસ્ટિંગ કરે.
પાછું સાદા 'સાઉન્ડ' માં 'DJ' નું સેટિંગ કરે..!!
છોકરાઓ કહે ડીજીટલ મિક્સર લેશું.....???
વીઠુંભા કહે ખોટા ખર્ચા કરવાનો,કોઈ 'મતલબ' નથી..
લખવુ તો મને પણ ઘણું બધું છે..! પણ હવે વિઠુંભા કેશે.
'મનજી' હવે તો છોકરાઓ એ શીખીને સામાં થાય છે.
મને પણ વાત વાતમાં સંભળાવે છે,કે કોઈ 'મતલબ' નથી..
'જય હો'
✍મનોજ વાઘાણી....