આજના સમયમાં કોઇ કંઇ પણ માંગે તો માણસ તેને આપતા અચકાતો નથી...
પરંતું કોઇ નિસંતાન દંપતિ જો કોઇની પાસે તેનું વહાલું એક સંતાન માંગશે તો તે શું ખુશીથી આપી દેશે!
ના...કારણકે આજનો માણસ તેના સગાસંબંધીને પોતાનુ બધું જ આપવા તૈયાર હોયછે જેમકે...ધન દોલત,ગાડી બંગલા,જમીન જાયદાત...પણ પોતે જણેલુ
પોતાનું સગું બાળક તો નહી જ આપે..
પરંતું દરેક કિસ્સામાં આમ થતું નથી..કયારેક ઘરના નજીકના સભ્યોમાં આમ પણ થતું જ હોયછે.
બે બહેનોમાં અથવા બે ભાઇઓમાં પણ કયારેક કોઇ આવી પરિસ્થિતિ હોય તો એકબીજાને સમજીને આવો વ્યવહાર કરતા પણ હોયછે.
પરંતું ના જાત કે ના સંબંધ કે ના કોઇ એવી ઓળખાણ છતાંય રાજીખુશીથી એક દંપતી કોઇ બીજા જ નિસંતાન દંપતિને પોતાનું પ્યારુ સંતાન આપી દે છે ત્યારે તેમના દિલમાં કેવી વેદના થતી હોયછે એ તો જે આપે છે તે જાણી શકે છે.
દેશના એક ખૂણામાં આવો જ એક પ્રસંગ બનવા પામ્યો છે...કે એક સંતાન આપનાર દંપતી પોતાના સગા સંબંધીઓને આમંત્રણ આપીને ને તેમની હાજરીમાં જ રિતરિવાજ પ્રમાણે સાથે તેમની એક ધાર્મીક વિધિસર પોતાનું સંતાન એક નિસંતાન દંપતિને ભેટ આપી દે છે. ત્યારે ત્યાં હાજર રહેલા સૈ મહેમાનોની આંખમાં આ જોઇને આંખોમાં પાણી આવી જાયછે...
આવી આપ લે બીજી કોઇપણ ચીજની હોય તે જોઇને બહું દુ:ખ ના થાય પણ જયારે એક સગા સંતાનની આપલે બીજા દંપતીને થતી હોય ત્યારે જોનારની સૈની આંખો ભીંજાઇ જાયછે...
ખમ્મા છે તે જનતાને કે જેને આવો માનવતા કરવા જેવો સારો વિચાર આવ્યો...કે પોતાનુ વ્હાલુ સંતાન બીજાના ખોડે ધરી દીધું...
માટે જ કહેવાય છે કે આપવા જેવું બીજુ કોઇ સારુ સુખ હોતુ જ નથી!