કોઇને કંઇક વાત આવે એટલે એક સામાન્ય ગણાતો શબ્દ લોકોના મોઢા ઉપર આવી જ જાયછે તે છે... યુગો યુગોથી આપણી વચ્ચે આવતો શબ્દ એટલે જ આપણી એક અટુટ અંધશ્રદ્ધા.
આંખો બંધ કરીને રાખેલી એક શ્રદ્ધા...જેને આપણે અંધશ્રદ્ધા કહીએ છીએ.
...કોઇ સામાન્ય બિમાર હોય તો લઇ જાવ પેલા દોરા ધાગા કરેછે તે ભાઇ પાસે,
...કોઇને જરાક પેટમાં દુખેછે તો લઇ જાવ પેલા દોરા ધાગા કરેછે તે ભાઇ પાસે,
દોરા, તાવીજ, લીંબુ, તરબુચ, નાળીયેર...આવી ચીજો અંધશ્રદ્ધા જેવા કામોમાં બહુજ વપરાશ થતો હોયછે.
તમને કયારેક ગામ કે શહેરના રોડ ઉપરની ચોકડી ઉપર કંઇક આવુ જ જોવા મળતું હશે!
કોને મુકયું! શા કારણે મુકયું! એ આપણે તો જાણતા નથી પરંતું એક વાત જરુર જાણીએ છીએ કે તેની ઉપર આપણાથી પગ ના જ મુકાય...ને જો ભુલથી પગ મુકાઇ જાય તો કોઇએ દુર કરેલી કોઇ પણ ચીજ આપણા શરીરમાં પ્રવેશ કરી શકેછે...આવું કંઇક આપણે જાણતા હોઇએ છીએ.
આજે પણ ભણેલા ગણેલા માણસો પણ ભુલથી પણ પોતાનો પગ મુકતા નથી...કારણકે તેમને પણ એક પ્રકારની આમ બીક જ પેસી ગયેલી હોયછે. માટે તેઓ પણ પોતાનો પગ સાચવીને બાજુએ મુકીને ચાલ્યા જાય છે...
એક નાનો કિસ્સો છે...
એક સમયે ધોરણ બારની બોર્ડની પરીક્ષા ચાલતી હતી તે સમયે એક ગામની આઠ દશ છોકરીઓ પોતાની પરીક્ષા આપવા એક ભાડે કરેલ રિક્શામાં બેસીને કોઇક શહેર તરફ જતી હતી..રિક્શામાંથી તેઓ ઉતર્યા પછી ચાલતી ચાલતી પરીક્ષા કેન્દ્રની સ્કુલ તરફના રોડ ઉપર થોડુક ચાલીને વાતો કરતી કરતી જતી હતી..બસ તેવામાં જ એક નાની ચોકડી તેમની સામે આવી, તે ચોકડીની વચ્ચે એક ચાર ટુકડાવાળુ કાપેલું તરબુચ પડયું હતું સાથે તેની બાજુમાં ચાર પાંચ અગરબતી સળગતી હતી ને સાથે થોડુક કંકુ પણ આજુબાજુ છાટેલુ હતું...આ જોઇને ઘણી છોકરીઓ ગભરાઇ ગઇ ને જરાક સાવચેતી રાખીને થોડુક કુદીને સામે બાજુએ નીકળી ગઇ પણ આમાંની એક છોકરીએ આ બધું ના જોયું ને ભુલથી તેનાથી એક પગ આ કુંડાળામાં મુકાઇ ગયો...જરાક તરબુચને તેનો પગ વાગી પણ ગયો જેથી એક ટુકડો થોડોક દુર જઇને કુડાળાની બહાર જઇને પડયો..બસ કદાચ આમ થવાથી છોકરી થોડીક ગભરાઇ ગઇ કે હવે મારું શું થશે! આવા વિચારો તેના મગજમાં ફરતા થયા...છતાંય તેને બીજા પેપરની પોતાની પરીક્ષા આપી પણ ખરી...
પણ પછી શું! સમજો તો એક અંધશ્રદ્ધા કે ખરેખર એક સાચી હકીકત!
તે છોકરી બીજા જ દિવસથી એક અઠવાડીયા સુધી સતત બિમાર રહી અને પછી તે તેના બાકીના પેપરો આપી જ ના શકી...ને છેવટે રામ રામ થઇ ગઇ!!!
તો શું આપણા પૂર્વજોએ બનાવેલા આ અંધશ્રદ્ધા જેવા મનાતા કર્યો ખરેખર સાચા હોઇ શકે છે!
આમ આપણે માનીએ તો પણ એક તકલીફ જ છે ને જો ના માનીએ તો પણ એક મોટી તકલીફ છે!