આજે દરેક કામ આંખના ઇશારે થતા હોયછે...
કોઇને કામ કરવા માટે કહેવાનું હોય, તો કોઇને કામ ના કરવા માટે કહેવાનું હોય,
તે દરેક કામ ફકત એક આંખના ઇશારે પાર પડી જતું હોયછે!
કામ પછી સારુ હોય કે ખરાબ, બસ એક આંખ દબાવો એટલે સામે ઉભેલ વ્યકતી તરત આવા ઇશારે જ સમજી જાયછે પછી આપણે મોટુ મોંઢું ખોલીને બોલવાની કંઇ જરુર રહેતી નથી.
આવા આંખોના ઇશારા કયારેક પ્રેમના પણ હોય શકે છે..તો કયારે છેતરપીંડીના પણ હોય શકેછે..તો કયારેક કોઈનું કામ બગાડવાનું હોય તો પણ આવા ઇશારા એકબીજાની સામસામે થતા હોયછે. આમેય સારા કામ કરવા માટે તો જબાન જ ચાલતી હોયછે.
નવાઇની વાત તો એ કહેવાય કે એક આંખ મારવાથી ઘણા બધા કામ આપણા પાર પડી જતા હોયછે એ કહેવું પડે..!
આજે બે ફ્રેન્ડ ભેગા મળે એટલે તેમની વાતોમાં એકબીજાની સામે સામાન્ય રીતે આવી આંખબાઝી ચાલતી હોયછે એ તો સમજયા વળી પણ એક છોકરી સામે ઉભેલ એક છોકરાને આવી આંખ દબાવીને ઇશારા કરે તો શું સમજવું!
કદાચ બંન્ને વચ્ચે એક ગાઢ પ્રેમ હોય શકે છે અથવા તો છોકરી કદાચ રોંગ લાઇન હોય શકે છે..
પરંતું આજના જમાનામાં તો આ બધુ સામાન્ય ગણી શકાયછે પણ એક સમય જુનો એવો પણ હતો કે જો ભુલથી કોઇ છોકરો ઉભો ઉભો કોઇ છોકરીની સામે આવા ઇશારા કરે તો તે ગમે ત્યારે એક દિવસ તો ઢીબાઇ જ જાય...એવો પણ એક સમય હતો..
પરંતું આજનો સમય કંઇક અલગ જ છે નવી નવી આવતી મોર્ડન ફિલ્મો આપણને આવું બધું કરતા ઘણું જ શીખવાડે છે. હવે આવા ઇશારાઓ આજનું નવું જનરેશન બહું મગજ ઉપર લેતું નથી તેથી જ હવે આવા ઇશારા કોમન ગણવામાં આવે છે.
ખેર..જે હોય તે પણ આવા ઇશારા કયારેક કોઇવાર આપણી તરફ આવે તો તો આપણા દિલ દિમાગ ને શરીરે એક નાની કંપારી પસરી જાય...
એક હી આંખ મારુ તો લડકી પટ જાયે..દુજી આંખ મારુ તો...બધુ પતી જાય.
આવો છે આજનો મોર્ડન સમય.