હર્ષ...
હર્ષ કરું તો શેનો ?
તાજું તાજું તો હજી દિલ તૂટ્યું છે, થોડો શૉક કરવા તો દો !
હર્ષ કરું તો શેનો ?
જિંદગી જ વિખરી પડી છે, થોડી સાંધ - કોંધ કરવા તો દો !
હર્ષ કરું તો શેનો ?
લાગણીઓ ચૂર ચૂર થઈ છે, સપનાઓ પૂરેપૂરા સળગવા તો દો !
હર્ષ કરું તો શેનો ?
સ્વાભિમાન હાર્યું છે, અભિમાનને જીતનું જશ્ન મનાવવા તો દો !
હર્ષ કરું તો શેનો ?
આજ સઘળું હારી જવાયું છે, હવે એકલતામાં એકલો રહેવા તો દો !
હર્ષ કરું તો શેનો ?
જીવતે જીવ મરી જવાયું છે, ધગધગતી રાખને હવે ઠરવા તો દો !
મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.