પાંદડું...
પાંદડું જ તો હતું હું !
ડાળીથી અલગ શું થયું, અસ્તિત્વ જ મટી ગયું !
કુમળું મટી પાકટ શું થયું !
લહેરાતું જે હવા સંગે, એ હવામાં જ ક્યાંક ખોવાઈ ગયું !
રંગ રંગની વાત છે આતો !
પોતીકું લાગતું લીલેરું, પીળું થતાં જ પળમાં પારકામાં ખપી ગયું !
શિકાયત કરું પણ કોને ?
દર્દ મારું કોણ સમજશે, આતો હસતાં હસતાં આમજ આંસુ ખરી ગયું !
હસતી રહી ડાળ મને અલગ કરીને !
નિયતિ તો જુઓ , કોક આવી ક્ષણમાં એ ડાળ જ કાપી ગયું !
મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.