હોય સંબંધ જ્યાં લાગણીનો,
ત્યાંજ આંખોએ વહેવું પડે છે !
નામ દઈ મજબુરીનું આખરે !
એ અંગતને ભૂલવવું પડે છે.
ક્યાં સુધી સમજાવશો દિલને ?
નાજુક મટી કઠોર બનવું પડે છે.
એકવારનું રોવું, એતો કંઈ નથી,
વારંવાર રોવાથી તો સહેલું પડે છે !
તૂટતું હોય તો તોડી દો એ સંબંધને,
પકડી રાખીને પણ સહેવુજ પડે છે !
હોય સંબંધ જ્યાં લાગણીનો,
ત્યાંજ આંખોએ વહેવું પડે છે !
મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.