આજકાલ ફેસબુક એક એવું માધ્યમ છે કે તમે દુનીયાની કોઇપણ વ્યકતી સાથે એક સેકન્ડમાં વાતચીત, વિડીયો કોલ, તેમજ ચેટીંગ કરી શકોછો..
એક એવો જ કિસ્સો ભારતના રાજસ્થાનમાં બનવા પામ્યો છે.
એક છવ્વીસ વર્ષનો છોકરો આજથી ચારેક વર્ષ પહેલા ફેસબુકના એકાઉન્ટમાં જોઇન્ટ થયો...બસ તેજ સમયના ગાળામાં તેને પોતાની ફ્રેન્ડની એક રીકવેસ્ટ સાત સમુદ્ર પાર રહેતી એક છોકરીને મોકલી હતી...તે છોકરી રશીયા દેશની હતી...અમુક સમય પછી પેલી છોકરીએ આ છોકરાએ મોકલેલ રીકવેસ્ટ એકસપ્ટ કરી, બસ ત્યાર પછી આમાંથી તેમની મિત્રતા દિવસે ને દિવસે વધવા લાગી
આમ સતત બીજા ચાર વર્ષ ચાલ્યુ...વાતચીત...વિડિયો કોલ વગેરે ચાલતું રહ્યુ.
ને છેલ્લે બંન્ને વચ્ચે લગ્નની વાત આવી તો પણ પેલી છોકરીએ આ છોકરા સાથે લગ્ન કરવા તરત હા પાડી બસ પછી થોડાક જ સમયમાં પેલી રશિયન છોકરી આ છોકરાને ઘેર આવી પહોંચી ને આવીને જોયું તો છોકરો ખુબ ગરીબઘરનો હતો, થોડી ઘણી તેની પાસે ખેતી વાડી હતી તેમાંથી તેનું ઘર આમ ચાલતું હતું...આમેય છોકરાએ બાર ધોરણનો જ અભ્યાસ કરેલો હતો..
તેમ જાણ્યા ને જોયા પછી પણ આ રશિયન છોકરી પેલા છોકરા સાથે લગ્ન કરવા હસતા હસતા તૈયાર થઈ ગઇ!
બંન્નેના વડીલો વચ્ચે આ બાબતે વાતચીત આગળ ચાલી...
પણ પછી નકકી એ થયું કે છોકરી કાયમ માટે ભારત નહિ રહે ને છોકરાને છોકરીના દેશમાં રશીયા આવવું પડશે ને તેમને ત્યાંજ રહીને બંન્નેએ શેટલ થવું પડશે...
આમ લાંબી વિચારણા બાદ પછી છોકરાના માતાપિતા છોકરાને પરદેશ મોકલવા વાત માની ગયા છે.
હવે ટુંક સમયમાં જ બંન્નેના હિન્દુ વિધી પ્રમાણે લગ્ન લેવાશે પછી ઇન્ડિયાનો વર લગ્ન પછી રશિયન લાડી સાથે રશીયા...જશે.
એક સાચો પ્રેમ તે આને કહેવાય...કે જે છોકરી પોતાના ઘરની ધન દોલત ગાડી બંગલા છોડીને ભારત આવીને એક સામાન્ય ગરીબ છોકરા સાથે પ્રેમલગ્ન કરે! તો આ થયો એક પરદેશી પ્રેમ.
થેન્કસ ફેસબુક?