આમ તો જિંદગીથી કોઈ ફરિયાદ નથી,
પણ હા છેલ્લે ક્યારે
મને મજા આવી તે યાદ નથી!!!
વ્યસ્તતા એ મઝા મૂકી છે બરાબર,
છેલ્લે ક્યારે રજા આવી એ પણ યાદ નથી!!!
આંખોના ખૂણા મે સાફ કર્યા હતા,
આમ જ ખરી ગયું એ પાણી યાદ નથી!!!
આમ તો સતત હાસ્ય રાખું છું ચહેરા પર,
પણ સાચ્ચે ક્યારે હસી હતી યાદ નથી!!!
જે વરસાદમાં હું ભીંજાઇ હતી દિલથી,
એ વરસ્યો હાતો ક્યારે તે પણ મને યાદ નથી!!!
જીવન જીવું છું બધાંની ઈચ્છા પ્રમાણે,
ક્યારે હું મને જ ભુલી ગઈ યાદ નથી!!!
લખું છું કવિતા તારા વિશે એ 'પાગલ',
પણ તને હું ભુલી જાવ એવી ક્ષણ મને યાદ નથી!!!