કહેવત છે કે જબ ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ....
ભારતના એક રાજ્યમાં એક સ્ત્રીએ પોતાના કુખે ચાર સંતાનોને જન્મ આપ્યો!
આવા કિસ્સા તો આપણે અવારનવાર સાંભળીએ છીએ તેમજ અખબારોમાં પણ આવા સમાચાર વાંચીએ છીએ.
આમાં કોઇ નવીનતા તો નથી જ...પણ વિચારવા જેવું એ છે કે આપણા સમાજમાં ઘણીવાર નવું નવું પરણીત કપલ જેને બે થી ત્રણ વરસ થવા છતાંય તેઓ કયારેક સંતાન પ્રાપ્ત કરી શકતા નથી...તેથી તેઓ ઘણીવાર આના માટે મંદિર..મંઝીદ જઇને બાધા...માનતા આખડી રાખતા હોયછે તેમ છતાંય તેઓ લાખ્ખો રુપિયા દવાઓ પાછળ ખર્ચી નાખતા હોય છે પછી પણ સંતાન ના થવાથી નિરાશ થઇને તેઓને ઘરના લોકોના તેમજ આજુબાજુ રહેતા સમાજના મહેણાં ટોણાં સાંભળવાં મજબુર થવુ પડતુ હોયછે!
તો આને આપણે શું કહીશુ..!
જેને એક શેર માટીની જ ખોટ છે તેને ભગવાન એકેય નથી આપતો ને જેને એકની જરુર છે તેને એક સાથે ચાર ચાર બાળકો આપી દેતો હોય છે!
ખેર...ઘણીવાર આમાં તેઓનો નસીબનો પણ વાંક કાઢવો પડતો હોયછે તો ઘણીવાર ગયા જન્મમાં કરેલા એવા ખોટા કર્મો પણ જવાબદાર હોયછે તેમ સમજીને આપણે માની લેવું પડતું હોયછે.
પૈસાદાર, સુખી કુટુંબ, જમીન જાયદાત, ગાડી બંગલો, હોવા છતાંય ઘણાને શેર માટીની ખોટ હોયછે ને જેના ઘરમાં ખાવાના ફોફાં હોયછે તેને બે..ચાર..છ બાળકો કુદરત આપી દેતી હોયછે!
ખરેખર કયારેક કુદરતની લીલા પણ અનેરી હોયછે જે સમજવી ઘણી જ કઠીન હોયછે.
ખેર..આ સ્ત્રીને તો બે બાબા ને બે બેબી એક સાથે મળી ગયા..ને બધાની તબીયત સારી છે.