પંક્તિઓ તો લખી જાણું છું હું...
બસ ખુદને ઓળખવામાં નિષ્ફળ છું હું!
તારા વૈભવથી અંજાય ગયો છું હું...
બસ પોતાને હરપળ કોસ્વા લાગ્યો છું હું!
આમ તો જીવી જાણું છું હું...
પણ મરવા માટે હવે ઉતાવળો થયો છું હું!
બેઇજ્જત થવાનો શોખીન થયો છું હું...
બસ જોઈએ એ જોઈએ એવો જિદ્દી થયો છું હું!
સુંદર મારા શહેર થી પર થયો છું હું...
બીજા શહેરો ની સુંદરતા જોવાનો આદિ બન્યો છું હું!
ક્યારેક બધું કરી શકીશ એવા ઉલ્લાસમાં હતો હું...
આજે ખાલી પંક્તિઓ બની ને જ વાતો કરું છું હું!
-N.M.Solanki,24march"2: 53pm