અતીત...
ચાહતો હતો પણ પામી ના શક્યો,
અતીત હતો મારો સાથે લઈ ચાલી ના શક્યો !
મંજિલ એક હતી, વિચાર એક હતા,
તકલીફ એ રહી કે હમસફર બનાવી ના શક્યો !
શું કહું દોસ્ત હું તને લાચારી મારી,
કે દુઆ માં જેને હું ઈશ પાસે માંગી ના શક્યો !
હાં ! દર્દ ઘણું દીધું મે એ નિર્દોષને,
તોય મારી એ ભૂલની હું માફી માંગી ના શક્યો !
વહેતા રહ્યા આંસુ એ ' પ્રેમની ' આંખોથી,
અને હું બેદર્દ એ વહેતા આંસુ રોકી ના શક્યો !
મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.