કોણ કહે છે તકલીફો નથી,
આ દિલ માં મારા દર્દ નથી,
ખુશ રહું છું હું બસ એટલે !
એક તને ખુશ જોવું ગમે છે.
ના કર કોઈ સવાલ એવા, કે
જેના જવાબ આપી ના શકું.
મૌન રહું છું હું બસ એટલે !
તને ખુદમાં વાગોળવું ગમે છે.
તું સમજે છે ! તું જાણે છે !
મારી બધી અનકહી વાતોને,
શાને છુપાવું તુજથી, કહું તો,
જિંદગી છે તું, તને જીવવું ગમે છે.
મિલન લાડ.