શુ જવાબ દઈશ માધા ?
મથુરામાં કોઈ તને પૂછશે કે, કાન! ગોકુળ મા કોણ હતી રાધા?
તો શુ જવાબ દઈશ માધા?
અરે તારું તે નામ તને યાદ નહતું, ને રાધાનું નામ હતું હોઠે,
ઠકરાના ને પટારાના કઈક હતા,પણ રાધા રમતી'તી સાથ કોઠે!
આ રાધા વીન વાંસળીના આ વેણ નહીં વાગે !
આવા'તે સોગંધ સિદ ખાધા ?
તો શુ જવાબ દઈશ માધા?
ઘડીકમાં ગોકુલ? ઘડીકમાં વૃંદાવન ?અને ઘડીકમાં મથુરાના મહેલ?
ઘડીકમાં રાધા? ને ઘડીક મા ગોપી? ઘડીકમાં આ કુબજાના ખેલ?
એક પ્રીતમા હોય નહીં ..રાધા આવા ખટપટના ખેલ ? અને
સ્નેહમાં તો હોય નહીં આવા સાંધા !
તો શુ જવાબ દઈશ માધા ?
ક્રિષ્ન:
ગોકુલ, મથુરાને, વૃંદાવન-દ્વારકા એ તો મારે પન્ડ પર પહેરવાના વાઘા,
એ'તો રાજીપો હોય તો, એને અંગ ઉપર રાખીએ,
નહીંતર રાખીયે એને આઘા.
પણ સઘળો સંસાર મારો સોળે શણગાર...
પણ મારો અંતરનો આતમ છે રાધા...
મને કોઈ પૂછશો નહીં કે, કોણ હતી રાધા.
કાળુ.એલ .ચોપડા