[તુ ખીચ મેરી ફોટો]
દરેક વસ્તુ નો એક ક્લાસ હોય છે તે પછી singing, dancing, acting, પેઇન્ટિંગ, હોય કે પછી photography હોય પણ આ બધી વસ્તુ ઝવેરી વગર હાથી ના આગલા દાંત જેવી છે વાત જો અત્યારના સમય મા ઘરે ઘરે નવા દૂધ ની જેમ ઉભરતા photography પેશન ની કરવામાં આવે તો, શું આજ કાલ ફોટો click થઈ રહ્યા છે રિયાલિટી પર ખેંચેલા ફોટો નું poshmoterm કરીએ તો ત્રણ કલાક ના મૂવી મા જે મજા ના આવે એ મજા ત્રણ સેકન્ડ મા પાડેલો photo કરાવી જાય છે ઝવેરી ને નજરે જોવ તો એક જ કોઈક photo બંધ હોઠો ને સ્મિત કરવા મજબૂર કરી દે છે તો કોઈક ફોટો એજ સ્મિત ને ગમ ના દરિયા મા ડુબાવી દે છે કોઈક ફોટો અંદર સુતેલા જુનુન ને જગાડી દે તો ક્યારેક એજ જુનુન ને વરસાદ ના ટીપા ની જેમ આસું પાડવા મજબૂર કરી દે છે માત્ર એક click આજીવન તમને કેદ કરી લે છે