હમણાં જ સુરત શહેરની બાજુના ગામડામાં બનેલો એક કિસ્સો છે...
એક સાવકી દિકરીના બાપે સતત છ મહિના સુધી તેર વર્ષની દિકરી જે નવમાં ધોરણમાં ભણતી હતી તેની સાથે અશોભે તેવું કૄત્ય સતત કરતો હતો...!
ભલે સાવકી દિકરી હોયછે, પણ તે પોતાની દિકરી કરતાં પણ ચડિયાતી હોયછે...
ઘણા સમય સુધી દિકરીની મમ્મીને આ વાતની ખબર ના હતી પણ એક દિવસ તેનો પતિ પોતાનો મોબાઇલ ઘરે જ ભુલી ગયો હતો તેમાં તે દિવસે બહારથી તેના પતિના કોઇ સંબંધીનો એક ફોન આવ્યો...જે તેની પત્નીએ ઉઠાવ્યો ને તેને જવાબ આપ્યો કે તેઓ ઘેર નથી ને તેમનો મોબાઇલ આજ ઘેર ભુલી ગયાછે માટે તમારે જે કંઇ કામ હોય તો મને કહો જયારે તેઓ પાછા આવશે ત્યારે તેમને કહી દઇશ! પછી પેલા ભાઇએ વધું વાત ના કરી ને કહ્યુ કે વાંધો નહી હું ફરી ફોન કરીશ..ને તેને ફોન મુકી દીધો.
પછી તો તમને ખબર હશે કે પત્ની જરાક વહેમીલી પણ હોયછે! એટલે તેની પત્નીએ તેના પતિના મોબાઇલમાં જરાક વધુ અંદર જઇને ફોટો ગેલેરીમાં જોયું તો તેમાં ઘણા જ ફોટા ને વિડીયો હતા! પહેલા તો તેને આ બધું જોઇને સાચું જ લાગતું ના હતું કે આમ ના હોય શકે!
પત્નીએ જે કંઇ જોયું તે આ પ્રમાણે હતું કે પતિના મોબાઈલમાં ફોટા ને વિડીયો હતા તે બીજું કોઇ નહી પણ તેની સગી દિકરી ના જ હતા ને તેની સાથે જે કોઇ હતું તે બીજું કોઇ જ નહી પણ તેનો પોતાનો પતિ જ હતો....
હવે શું કરવું તે તેને સમજ ના પડી! પછી તેને પોતાની સગી દિકરીને ઘરની અંદરથી બોલાવીને બતાવ્યું ને પુછ્યુ કે આ બધું શું સાચું છે!
દિકરી એ રડતા રડતા કહ્યુ કે આમાં મારો કોઇ જ વાંક નથી મમ્મી, આમાં પપ્પા પોતે જ જવાબદાર છે મને આવી કોઇ જ વાત કોઇપણને કરવાની મનાઇ કરી છે ને કહ્યુ છે કે જો તું આ વાત કોઇને કરીશ તો હું તને જાનથી મારી નાખીશ...
મા સમજી ગઇ કે આમાં મારી દિકરીનો કોઇ જ વાંક નથી...
જુઓ કુદરતનો ખેલ પણ! પતિને તો એકપણ બાળક હતા નહી ને પત્નીના આગલા પતિના બે બાળકો તેને મળ્યા હતા તે પણ તે પછી સાચવી શક્યો નહી!
અરે તમારા હોય કે બીજાના શું ફરક પડે છે!
તે પણ તમારા જ સ્તો હવે છે...તેઓ તમારું દરેક કામ કરેછે, પત્ની ના હોય તો તેને જે કંઇ આવડે તે બનાવીને તમને જમવાનું પીરસે છે, પાણી માંગો તો પાણી આપેછે, તમારા કપડાં ધુવેછે, તમારી પથારી પાથરેછે, બજારમાં તમારો ધક્કો ખાયછે, આખો દિવસ તમને પપ્પા પપ્પા કર્યા કરેછે, તમને પ્રેમ કરેછે, તમારો આદર કરેછે,
આનાથી બીજું તમારે શું જોઇએ બાળકો તરફથી!
ધિક્કાર છે આવા પતિઓથી...જે આવી દિકરી સમાન દિકરીઓને પીંખી નાખે છે!
દિકરી સમાન એક સાવકી દિકરીઓ ઉપર ખરાબ નજર નાખેછે!
બસ પછી તરત પત્નીએ નજીકમાં આવેલ પોલીસ સ્ટેશને જઇને પોતાના પતિ વિરુધ્ધ ફરીયાદ લખાવી દીધી... પછી પતિની ધરપકડ થઇ ને કોર્ટમાં કેસ પણ ચાલ્યો...ને ત્યારબાદ કેસની સુનાવણી પણ થઇ કે (પતિ) જયાં સુધી જીવે ત્યાં સુધીની જેલની સજા એટલે કે આજીવન સજા...
પછી તો...
પતિ થયો પત્ની વગર
બાપ થયો દિકરી વગર
ને પોતે થયો પરિવાર વગર...
થોડીક અમથી મજા ને જીંદગીભરની મળી જેલની સજા...