રંગ ( રંગોના આ તહેવારમાં...)
એકબીજામાં ભળી સહઅસ્તિત્વનો નવો રંગ બનાવીએ, રંગોના આ તહેવારમાં.
સ્નેહના ઝરણામાં એકમેકને ભીંજવીએ આ તહેવારના વહેવારમાં.
રાવ ફરિયાદનું દહન કરી ભરીએ ખુશીઓથી ઝોળી, રંગોના આ તહેવારમાં.
રંગબેરંગી શમણાઓથી સજાવીએ જિંદગી આ તહેવારના વહેવારમાં.
એકબીજાનું મોઢું મીઠું કરી ભીતરી કડવાશ કરીએ દૂર રંગોના આ તહેવારમાં,
સંબંધોની નવી દિશાઓ ખોલી ભરીએ રંગો સંબંધમાં આ તહેવારના વહેવારમાં.
શેફાલી શાહ