Gujarati Quote in Blog by Harshad Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક બહું ચર્ચિત કહેવત છે કે જબ ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ...
તદ્દન સાચી કહેવત છે.
બન્યુ એમ કે, મધ્ય પ્રદેશ રાજ્યમાં એક ખેડૂત પોતાના પરિવાર સાથે ખેતી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હતો...
તેના પરિવારમાં ત્રણ બાળકો તેમજ પોતે બે જણ એમ કુલ પાંચ માણસનું એક કુટુમ્બ હતું...ખેડુતને ખેતી સિવાય તેની બીજી કોઇ જ આવક ના હતી, માટે જેમ તેમ તેનું ઘર ચાલતું હતું.
પણ એક દિવસ ખેડૂતને એક ભયાનક એકસીડન્ટ થયો તે કોઇનું ટ્રેક્ટર લઇને જઇ રહ્યો હતો ત્યારે સામેથી આવતી એક ટ્રક તેના ટ્રેકટર સાથે ધડાકા સાથે અથડાઈ, અકસ્માત ઘણો મોટો હશે કે જેથી તે ખેડૂતનું આ અકસ્માતમાં મોત થયું. પછી ખેડૂત ના હોવાને કારણે તેના ઘર ઉપર ઘણા દુ:ખના વાદળો છવાતા ગયા, નાના નાના ત્રણ છોકરા અને તેને ઉછેરવા ભણાવવા આ બધી જવાબદારી તેની પત્ની ઉપર આવી ગઇ...
આમ જેમ તેમ તેની પત્ની પોતાના ધણી વગર તેનું ઘર ચલાવતી હતી...
પણ એક દિવસ ખેડૂતની પત્નીને વિચાર આવ્યો કે છોકરાંના બાપ દર વર્ષે રુપિયા પોણસો અકસ્માત વિમાના બેંકમાં મુકતા હતા તો લાવ ને જરા બેંકમાં જઇને તપાસ તો કરું કે આ અકસ્માત વિમો એટલે શું! કદાચ મને પણ તેનો કંઇક ફાયદો થાયછે!
ખેડૂતનું એકાઉન્ટ એસ બી આઇ માં હતું પછી તે દિવસ ખેડૂતના દરેક વિમાના કાગળીયા લઇને ત્યાના સાહેબને બેંક જઇને બતાવ્યા ને પોતાના ધણીની સગડી વાતચીત કરી કે મારા ઘરવાળાનું મોત આ પ્રમાણે થયુંછે...સાથે સાથે બેંકના કર્મચારીઓએ પણ તપાસની બનતી બધી જ સહાય કરી.
ને સાહેબે જોયુ તો તે ખેડૂત સમયસર પોતાના અકસ્માત વીમાનું પ્રીમીયમ ભરતો હતો.
આમ પછી તેનો હિસાબ કર્યો તો તેને પુરા દશ લાખ રુપિયા અકસ્માતના વિમા પેટે પાક્યાછે...તે નક્કી થયું
આમ ખેડૂતની પત્નીના દુ:ખના દિવસો હવે ચાલ્યા ગયા ને સુખના દિવસો તેના હવે ચાલું થયા, તે આનું નામ.
એટલે કે દશ લાખ રુપિયા....મળ્યા.
શું તમે પણ આકસ્મિક વિમો કઢાવ્યો છે! બહુજ જરુરીછે...કલ કિસને દેખા !

Gujarati Blog by Harshad Patel : 111115292
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now