"મારી હાળી, ના પાડી તોયે ઉપાડો આદર્યો, તે આજ તો ચૂલેથી કાઢી ઇવો ડામ દીધો છે કે ઇને હાત જનમ યાદ રે'શે..!" ગુસ્સેથી લાલપીલો થઈ આવેલ ભગલો હાથમાં દેશી બીડી સળગાવતા બબડ્યો, ત્યાં ધ્યાન બહાર સળગેલી દિવાસળી જરા અમથી આંગળીએ અડી જતા "ઑય માડી રે..." બોલી સળી દૂર ફેંકતા ઘરે ગંગાને સળગતા લાકડાના દીધેલા ડામથી થયેલ બળતરાનો અંદાજ આવતા ગંગાના ઘા પર મલમ લગાડવા ભગલાએ ઘર ભણી દોટ મૂકી..!!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી..)