પૈસાની ચમક એવી હોયછે કે ભલભલા લોકો તેનાથી અંજાઈ જાયછે...
બસ પૈસા કોઇ પણ જગ્યાએથી આપણને જડવા જોઈએ પછી તે ઘરમાંથી જડે, કે રોડ રસ્તાઓ ઉપરથી જડે કે રેલ્વે ટ્રેક ઉપરથી જડે...
વગર મહેનત કરે જો કોઇ પૈસા આપણને આવા જડતા હોય તો કોણ નીચેથી ના ઉઠાવે!
દિલ્હીના એક મેટ્રો સ્ટેશન ઉપર આવા જ એક બેન મેટ્રો ટ્રેનની રાહ જોઇને ઉભા હતા ટ્રેન આવવામાં થોડીક જ વાર હતી ને આ બેન પોતાનો સમય પ્લેટફોર્મ ઉપર ટ્રેકની નજીક આમ તેમ આંટા મારીને પસાર કરી રહયા હતા બસ એવામાં જ તેમની નજર નીચે ટ્રેક ઉપર પડી ને જોયુ તો ટ્રેકની બાજુમાં એક લાલ કલરની બે હજારની નવી નોટ આમતેમ પવનથી હાલી રહી હતી બેનને વિચાર આવ્યો કે આ નીચે પડેલી નોટ ચોક્કસ બે હજારની જ છે પણ તેને કેવી રીતે નીચેથી લેવી!
ટ્રેન પણ આવવાની તૈયારીમાં છે ને જો હું આ આવતી ટ્રેનમાં બેસી જઇશ તો આ નોટ કોઇક બીજું જ લઇ જશે!
આવા વિચારે ને વિચારે બેનને ગમે તેમ કરીને નીચે ઉતરીને તે નોટ લેવાનો વિચાર આવ્યો...
બસ તે વિચાર સાથે જ તેઓ નીચે બેસીને તરત ટ્રેકની નીચે ઉતરી પડયા તરત તે નોટ પોતાના હાથમાં લઇ લીધી પણ હવે શું!
મેટ્રો ટ્રેન હવે નજીકમાં જ આવવાની તૈયારીમાં હતી ને તેનો આવવાનો અવાજ પણ સાફ સંભળાઇ રહ્યો હતો...
ટ્રેન તેની ગતીએ ધીરે ધીરે આવી રહી હતી ને આમેય પેલા બેનને ઉપર આવવાની પણ તકલીફ હતી કારણકે તેમનું શરીર પણ ભારે હતું તરત બેનને એક બીજો જ વિચાર આવી ગયો કે હું વચ્ચોવચ સુઇ જાવ તો મને કંઇજ નહી થાય ને આ બે હજારની નોટ પણ મારી થઇ જશે...બસ પછી તો આ બેન આ વિચાર સાથે તરત ટ્રેક ઉપર આડા સુઇ ગયા ને સામેથી આવતી મેટ્રો ટ્રેન તેમના ઉપરથી સડસડાટ આવીને ઉભી રહી ગઇ બેન તો નીચે સુતેલા જ રહ્યા પછી એકાદ મિનિટમાં ટ્રેન પણ ચાલી ગઇ...
આમ બેન આવી રીતે બચી ગયા ને સાથે બે હજારની નોટ પણ મફતમાં મળી ગઇ!
અફસોસ રહ્યો કે ટ્રેન તેમને લીધા વગર ચાલી ગઇ...
પણ તમને ખબર નથી આ બેન ટ્રેક નીચે ગયા તેજ તેમને રેલ્વેનો મોટો ગુનો કર્યો હતો માટે તેમને વધુ સજા તો ના થઇ પણ તેમને રેલ્વેનો આ ગુનો કરવા બદલ રેલવેવાળાને માફી પત્ર જરુર આપવો પડયો...
કેવુ કહેવાય કે બેને બે હજારની નોટ માટે પોતાના જીવને પણ મોત સામે દાવ ઉપર લગાવી દીધો...!
તો તમે શું વિચારશો આ બેન માટે !
એક સાહસિક બેન કે એક અણસમજુ અભણ બેન !