1.હાઇકુ.
સ્નિગ્ઘ શ્યામલ
તરાસેલો ચહેરો...
આંખે સમુદ્ર!
ર. તાન્કા .
ગેહરી આંખો
ખેંચતી અનિમેષ!
ખુલવા મથે
રાતા રસીલા હોઠ
તસોતસ સ્પર્શવા!!
3.
સુંદરતા ભીના વાને આજ જોઈ છે
મોહકતા નીલી આંખે આજ જોઈ છે
કામણ એવાં રાતાને સ્નિગ્ઘ હોઠોનાં
ચુંબનની જિજીવિષા આજ જોઈ છે
શિલ્પ સમી મુખાકૃતી આજ જોઇ છે
લાવણ્યની સાચી આભા આજ જોઇ છે
ના શણગારો કે કોઈ છે ઘરેણાં જો
આકર્ષતી માધુરીમા આજ જોઇ છે
4. આછંદાસ
તીખા નાકની ટોચેથી ફરતી
નજર કેરી આંગળી
સુંવાળા પણ
ચરબી રહીત ગાલો પર ફરી રહી,
દૂર સ દૂરથી જ હોઠ મારાં
અધખુલ્લા થઇ ગયાં
જાણે ચુમવાની અધિરાઈ ....!
નજર પણ ટાળતી છતાં ખેંચાતી
એ આંખોની ગહેરાઈમાં
ડુબકી મારવા
ભલે ને, એ કવિ કહી ગયા ,
"પાણીની ઘાત છે ..."
- દેવાંગ દવે ©