પોતાનું એકપણ માટલું ક્યારેય કાચું ના રહ્યાનો ગર્વ કરતાં કાનજી કુંભારે જ્યારે જાણ્યું કે શહેરમાં ભણવા ગયેલો તેનો એકમાત્ર દીકરો કેશવ પ્રશ્નપત્ર ફોડવાનાં ગુનાના આરોપમાં જેલમાં ગયો ત્યારે કાનજી કુંભાર ભારે દુઃખ અને અફસોસ સાથે મનોમન બબડ્યા, "મારા ઘરનું જ માટલું કાચું રહી ગયું..!" તે દિવસ પછી તેમણે માટલાં ઘડવા છોડી દીધા..!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી...)