આજકાલ લોકો ભારતીય જનતા પાર્ટી વિષે ને વિશેષ નરેન્દ્ર મોદી વિષે ઘણું જ ખરાબ બોલી રહ્યા છે...ને લખી રહ્યા છે...
શા માટે! તે હું નથી જાણતો પણ એટલું ચોક્કસ જાણું છું કે હવે લોકો જનતા પાર્ટી એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી કંટાળી ગયા હોય તેમ એક બીજાઓ ઉપરની તેમની આતશબાજીથી લાગી રહ્યુ છે.
આજ કાલ લોકો એમ વિચારતા થયાછે કે મોદીએ પોતાના પાંચ વર્ષના શાસનમાં કશું જ કર્યુ નથી!
ને હવે લોકો ફરી કોગ્રેસ સતા ઉપર પાછી આવે તેની ઇચ્છાઓ રાખી રહ્યા છે.
ભલે જે હોય તે...
દરેક ભારતના નાગરીકને ચુંટણીઓમાં મત આપવાનો અધિકાર હોયછે ને તે તેની ઇચ્છા પ્રમાણે પોતાનો કિમતી મત કોઇ પણ પાર્ટીને આપી શકે છે તે તેની અંગત બાબત છે.
પણ એ તેનો મત ચુટણીના સમયે જ આપવાનો હોયછે પણ અત્યારથી તે બાબતે સામસામી ગમે તેમ બોલ બોલીને આતશબાજી કરવી નકામીછે, તમારે જે કરવાનું છે તે ચુંટણીના સમયે જ નકકી કરવાનું છે પણ અત્યારથી આવી રીતે ગમે તેમ એક બીજાઓ ઉપર ખોટા ને ખરાબ અપશબ્દો બોલવાનો શો મતલબ છે !
તમારા વોટની તાકાત આવતી ચુંટણીના સમયે જ બતાવજો ને...
જેને જનતા પાર્ટી પસંદ છે તે જનતા પાર્ટી ને વોટ આપશે ને જેને કોંગ્રેસ પાર્ટી પસંદ છે તે કોંગ્રેસને વોટ આપશે.
પણ અત્યારથી નેતાઓ ઉપર ગમે તેવા અપશબ્દો બોલવાનો શો અર્થ છે! કંઇજ નહીં...
નરેન્દ્ર મોદી આખા ભારતનું શાસન ચલાવી રહ્યા છે ગમે તેમ કદાચ તેમના કામમાં કોઇ કસર રહી ગઇ હોય તો વાંધો નહી તે તો ફરી પણ તે સોલ થઇ શકે છે.
આપણે આપણા ઘરમાં કેટલા સશક્ત છીએ તે આપણી સારી રીતે જાણીએ છીએ ને સમજીએ પણ છીએ.
સૈ કહેછે કે ચોકીદાર ચોર છે
અરે ભાઇ તેમને બધુ ચોરીને કોણે આપવાનું હતું! તેમનું તો કોઇ ફેમીલી છે નહિ!
તે જે કંઇ સારું કાર્ય કરેછે તે આપણા માટે તો કરેછે! દરેક ભારતીય માટે તો કરેછે! એક ભારત દેશ માટે તો કરેછે!
પણ ઘણા લોકોની મહેચ્છા આજકાલ એવી લાગેેછે કે ભારતનું શાસન હવે કોંગ્રેસના હાથમાં આવે...
ભાજપાએ કંઇજ કર્યુ નથી! ચલો તે પણ આપણે ફરી એકવાર તેને જીતાડીને જોઇ લઇએ...
આટલા વરસો આપણે કોંગ્રેસે કરેલા શાસન તો જોયા તો ફરી એક વાર બીજા પાંચ વરસ વધું આપીને જોઇ લઇએ!
ભારતમાં કોઇપણ પાર્ટીની સતા આવે એમાં કોઇ વિશેષ ફરક પડવાનો નથી સતાનું શાસન તો ચાલવાનું જ છે ચાહે નરેન્દ્ર મોદી ચલાવે કે રાહુલ ગાંધી ચલાવે...
પણ અત્યારથી જ કોઇના વિષે ખરાબ બોલવું કે ખરાબ લખવું તે બિલકુલ યોગ્ય તો નથી જ!
કોણે જીતાડવો કે કોણે હરાવવો એતો ચૂટણીના પરિણામો જ નકકી કરશે.
એ માટે આપણે શુ કરવાનું છે, તે આપણે અત્યારથી વિચારી રાખવાનું છે પણ બોલીને નહી પણ કરી બતાવીને કે મારો વોટ ભાજપાને કે મારો વોટ કોંગ્રેસને...બસ...