"સંત જલારામ"
વિરપુર ગામે રાજબાઇ કુખે જન્મેલ,
એ વિરલ સંત "જલારામ" નામ પામેલ,
લોહાણા જ્ઞાતિને તારેલ,
"ટુંકડો ત્યા હરી ઢુંકડો" એવુ બાપા કહેલ.
નિ:સ્વાર્થ સેવા ના કામ કરેલ,
પ્રેરણા રૂપ બની સ્વચ્છ કર્યા,
ભરાય ગયા હતા જેના મનમાં મેલ.
સેવા ભક્તિ માં બાપા સૌથી પહેલ.
હતી મનની બાપા ને ઇચ્છા,
પુરી કરવા ચાર ધામ ફરેલ.
દુખીયા ઓ ને સુખીયા કરેલ,
આ વિરલ સંતે ભુખ્યા ના પેટ ભરેલ.
કહે "નિરજ" બાપા સૌના દુ:ખ હરેલ,
સંત જલારામ આવુ સુંદર જિવન જીવેલ.
~ નિરજ મહેતા (રાગ,સંદિપ)