એક સ્ત્રી ની મનોકથા ?♀?✅ ક્યારેય કોઈ ની પણ પાસે નહીં કહેવાયેલી???
"હાશ..બધું જ લેવાઈ ગયું." શાક ને કરિયાણું થેલીમાં ભરતા બોલી.
"દીકરાને ભાવતો ગાજરનો હલવો કરવા ગાજર, દીકરી માટે મેક્રોની. વરજીને વાલોર ઢોકળી બહુ પ્રિય..આજે તો એ જ બનાવું. થોડા રવૈયા બા માટે લેતી જઉં. અરે હા..બાપુજી કાલ સુખડી યાદ કરતા'તા ને! ભાઈ...જરા બે કિલો ગોળેય આપી જ દો. જરા નરમ આપજો હોં.. સમારવો સહેલો પડે.. ને ઘી મૂકી દેજો એક કિલો." થેલી ઠસોઠસ ભરાઈ ગઈ..વસ્તુઓ ઉપરાંત અનેક લાગણીઓથી. "આટલું વજન લઈને છેક ઘર સુધી ચાલવું..અઘરું પડે છે બાપા!" મનોમન બોલતા એ ચાલતી થઈ.
દવાની દુકાનેય કામ તો હતું જ. "મારી અશક્તિની દવા...ઘીમાં બધા પૈસા હોમાઈ ગયા..હવે આવતી ફેર." એક ઠંડા નિસાસે ડગલાં ઉપડ્યા.
"ઓફ ઓ... મમ્મી તને કેટલી વાર કહું, ગાજરના હલવામાં ઈલાયચી નહીં નાખવાની..તું બગાડે જ કાયમ!"
"મમ્મી...તું ગમે તે કર, બહાર જેવી મેક્રોની તને નહીં જ આવડે."
"અરે યાર...તને ખબર છે ને મને લસણ વગરની ઢોકળી નથી ભાવતી...એવું હોય તો જુદું બનાવ મારુ. મૂડની પથારી ફેરવી નાખી."
"અરે વહુ.. રવૈયાના શાકમાં તેલ સરખું મુકો તો ભાવે. વર્ષો થયા પણ હજુ શીખ્યા નહીં."
"વહુ...સુખડી આમ તો સારી છે, પણ ઘીમાં થોડી કચાશ રાખી તમે. "
બે જ દિવસમાં પેલી ઠસોઠસ ભરેલી થેલી ખાલી! ગડી કરીને કબાટમાં મુકતાં અનાયાસે જ ખોલીને જોવાઈ ગયું. પેલી લાગણીઓ હજુય ત્યાંજ હતી..સહેજ ઉબાઈ ગયેલી હાલતમાં.
ગમે તેટલું સારું કરે તો પણ તેના હર એક કામ માં ખોડ તો ઘર ની દરેક વ્યક્તિ ના મુખ માં થી નીકળે જ નીકળે ✅સ્વ ને ભૂલી ને પારકાને પોતાના કરવામાંથી ક્યારેય પણ પાછી પાની ન કરે પણ ક્યારેય બે શબ્દ સારા સાંભળવા ન મળે✅??♀???
?????✅