પ્રકૃતિએ દરેક માણસ માટે કંઈક ને કંઈક એવું કામ શોધ્યું છે જે જીવન પર્યન્ત તે કરી શકે. પ્રકૃતિ માણસને તે તરફ વારંવાર આકર્ષિત કરતી જ હોય છે. પણ ક્યારેક આપણે જ બીજી દિશામાં જીવન ને વેડફી નાખતા હોઇએ છીએ. તેને સમજવા થોડું ધૈર્ય તો જોઈએ જ અને સાથે સાથે થોડો ભરોસો પણ ઈશ્વર પર... મહાન લોકોનું ઘડતર પ્રકૃતિ મુસીબતો અને એવા ભયંકર રસ્તાઓ થી કરે છે જેની કલ્પના પણ કોઈ ના કરી શકતું હોય છે... પણ કહેવાય છેને સોનુ આગ માં તપીને શુધ્ધ થાય છે તેમ એવા ચરિત્રો પણ ઠોકરો ખાય ને જ મહાન બને છે.