Gujarati Quote in Microfiction by Dr Sagar Ajmeri

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બિઝનેસમાં એક પછી એક પડતાં ફટકામાં લગભગ બધું જ ખુવાર થઈ ગયું હતું. જે 'રાજમહેલ' બંગલો પર મોટી લૉન લીધી હતી તે માટેના કેસના ચુકાદામાં પણ આજે નિષ્ફળતા જ મળી. એક સમયના શહેરના સૌથી ધનાઢ્ય ભૌમિક પુજારા આજે સાવ રોડ પર આવી ગયા. ઘરે પત્ની સુગંધા સામે જતા પણ તે મનોમન ગભરાતા રહ્યા, રસ્તામાં સુસાઇડ કરવા પણ ઘડીભર કુવિચાર આવ્યો, પણ ઘણી હિંમત કરી પત્ની સામે નિરાશ ચહેરે ગયા. માત્ર ચહેરો જોઈ બધું સમજી ગયેલી સુગંધા એટલું જ બોલી, "કંઈ નહીં, હું છું ને..!" ભૌમિક સુગંધાને ગળે વળગી ખૂબ રડ્યો, પણ મનમાં એક ખાતરી થઈ કે તે કંઈ જ ગુમાવી બેઠો નથી..!!

(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી..)

Gujarati Microfiction by Dr Sagar Ajmeri : 111106713
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now